Gujarat

મોપેડ સવાર મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી આંચકીને બાઈક સવાર ફરાર

By GS TEAM
30 Aug 20251 min read
TukuTouch Logo
બાઈક સવાર મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી આંચકી જવાની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

Summarized by AI; it may make mistakes. Check important info

મોપેડ સવાર મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી આંચકીને બાઈક સવાર ફરાર

Vadodara : વડોદરામાં મકરપુરા કટારીયા શોરૂમની લાઈનમાં એપાર્ટમેન્ટમાં રહેતા મોનિકાબેન વીરપ્રતાપસિંહ ગઈકાલે તેમની દીકરીને મોપેડ પર બેસાડી લાલબાગ બ્રિજ નીચે આકાશ કોચિંગ ક્લાસમાં મૂકવા ગયા હતા અને ત્યાંથી તેઓ પરત ઘરે જતા હતા. તે દરમિયાન પાછળથી એક બાઈક ચાલક આવ્યો હતો અને તેમના કાનમાંથી સોનાની રીંગવાળી બુટ્ટી ખેંચીને માણેજા તરફ ભાગી ગયો હતો. જે અંગે તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધ ખોળ હાથ ધરી છે.