Get The App

મોબાઈલ ઉપર વાત કરતા યુવકના હાથમાંથી ફોન ઝૂંટવી બાઈક સવાર ત્રિપુટી ફરાર

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
મોબાઈલ ઉપર વાત કરતા યુવકના હાથમાંથી  ફોન ઝૂંટવી બાઈક સવાર ત્રિપુટી ફરાર 1 - image


મૂળ સુરતના રહેવાસી અને હાલ શહેરના સોમા તળાવ ખાતે રહેતા 45 વર્ષીય સિકંદર રાય છૂટક મજૂરી કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, મે ગઈ તા. 6 જૂનના રોજ સવારે સાઈટ ઉપરથી ચ્હા પીવા માટે મોબાઈલ ફોન ઉપર વાતો કરતા કપુરાઈ ચોકડી તરફ ચાલતો જઈ રહ્યો હતો. તે સમયે સમૃદ્ધિ સેફરોન ફ્લેટની સાઇટ પાસેના રોડ પર સામેથી બાઈક સવાર ત્રણ અજાણ્યા ઈસમો તેમના હાથમાંથી રૂ. 6 હજારની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે બાઈક સવાર ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Tags :