માલિકો અને કર્મચારીઓને મોટી રાહત: ESICની ‘એમ્નેસ્ટી યોજના’ની મુદત 31 ડિસેમ્બર સુધી લંબાવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amnesty Scheme 2025 : કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) દ્વારા નિયોજકો (માલિકો) અને વીમિત વ્યક્તિઓ (કર્મચારીઓ) ને મોટી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમ દ્વારા અમલમાં મૂકાયેલી ‘એમ્નેસ્ટી યોજના 2025’ (Amnesty Scheme 2025)ની મુદ્દત લંબાવવામાં આવી છે. અગાઉ આ યોજનાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2026 હતી, જે હવે વધારીને 31 ડિસેમ્બર 2026 કરવામાં આવી છે.
પડતર કેસોના નિકાલ માટે સુવર્ણ તક
આ યોજનાની મુદત વધવાથી સંબંધિત હિતધારકોને પોતાના પડતર કેસોના સમાધાન માટે વધારાની તક મળશે. તેનાથી લાંબા સમયથી ચાલતા કાનૂની વિવાદોનો ઝડપી નિકાલ આવશે તેમજ નિયોજકો અને વીમિત વ્યક્તિઓ વચ્ચે પરસ્પર વિશ્વાસ અને સહયોગ વધશે.
કેવી રીતે લાભ લઈ શકે
ESIC દ્વારા તમામ નિયોજકો, નિયોજક સંગઠનો, શ્રમિક સંગઠનો અને અન્ય હિતધારકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ નિર્ધારિત નિયમો અને શરતો અનુસાર પોતાના પાત્ર પડતર કેસોના સમાધાન માટે જરૂરી કાર્યવાહી કરે.
યોજનાનો લાભ લેવા અને વધુ માહિતી મેળવવા માટે સંબંધિત નિયોજકો તથા વીમિત વ્યક્તિઓ નીચે મુજબ સંપર્ક કરી શકે છે:
- નજીકની ઈએસઆઈસી પ્રાદેશિક કચેરી અથવા ઉપ પ્રાદેશિક કચેરીની રૂબરૂ મુલાકાત.
- વેબસાઈટ: www.esic.gov.in અથવા www.esic.in
- ઈ-મેઈલ: rd-gujarat@esic.gov.in
- ફોન (અમદાવાદ પ્રાદેશિક કચેરી): 079-27582400 / 450
‘એમ્નેસ્ટી યોજના 2025’ (Amnesty Scheme 2025) શું છે?
‘એમ્નેસ્ટી યોજના 2025’ એ કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી એક ‘વન-ટાઈમ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન’ (એક વખતના વિવાદ સમાધાન) યોજના છે. તેના મુખ્ય ઉદ્દેશ્યો અને જોગવાઈઓ નીચે મુજબ છે:
- મુખ્ય હેતુ: કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ, 1948 હેઠળ વર્ષોથી અદાલતોમાં પડતર રહેલા કાનૂની વિવાદોનો કોર્ટ બહાર સમાધાન દ્વારા નિકાલ લાવવો, કોર્ટ કેસોનું ભારણ ઘટાડવું અને સ્વૈચ્છિક પાલન (Compliance) ને પ્રોત્સાહન આપવું.
- ફોજદારી કેસો પાછા ખેંચવાની જોગવાઈ: આ યોજના હેઠળ કર્મચારીઓ અને નિયોજકો વિરુદ્ધ દાખલ થયેલા પડતર ફોજદારી કેસો પાછા ખેંચવાની જોગવાઈ કરવામાં આવી છે.
- કલમ 75 અને 82 હેઠળના કેસોનો નિકાલ: નિયોજકો દ્વારા ઈએસઆઈ અધિનિયમની કલમ 75 (ESI કોર્ટમાં પડકારાયેલા વિવાદો) અને કલમ 82 (અપીલ) હેઠળ દાખલ કરવામાં આવેલા કેસોનું સમાધાન થઈ શકે છે.
- દંડ અને નુકસાની (Damages) માં રાહત: ઘણા કિસ્સાઓમાં નિયોજકો બાકી નીકળતી મૂળ રકમ અને વ્યાજ ચૂકવી દે તો તેમની સામેના દંડ માફ કરવામાં આવે છે અથવા વિવાદિત દંડની માત્ર 10 ટકા રકમ ભરીને કેસ બંધ કરી શકાય છે (31 માર્ચ 2025 સુધીમાં દાખલ થયેલા કોર્ટ કેસો આ યોજના હેઠળ પાત્ર ગણાય છે).




