રેલવે મુસાફરો માટે સારા સમાચાર, ભુજ-રાજકોટ વચ્ચે બે મહિના સુધી અઠવાડિયામાં ત્રણ વખત દોડશે સ્પેશિયલ ટ્રેન
Special Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજ અને રાજકોટ વચ્ચે બે મહિના સુધી અઠવાડિયામાં ત્રણ દિવસ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં ટ્રેન નંબર 09546 ભુજ-રાજકોટ સ્પેશિયલ 30મી જુલાઈ 2025થી 28મી સપ્ટેમ્બર 2025 સુધી ભુજથી બુધવાર, શુક્રવાર અને રવિવારે રાત્રે 11.15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 05.50 વાગ્યે રાજકોટ પહોંચશે.
બંને ટ્રેન આ સ્ટેશનો પર રોકાશે
આ જ રીતે ટ્રેન નંબર 09545 રાજકોટ-ભુજ સ્પેશિયલ 29મી જુલાઈ 2025થી 27 સપ્ટેમ્બર 2025 સુધી દરેક મંગળવાર, ગુરૂવાર અને શનિવારે રાજકોટથી રાત્રે 10.30 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 5 વાગ્યે ભુજ પહોંચશે. આ બંને દિશાઓમાં આ ટ્રેન અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામાખ્યાલી, માલિયા-મિયાણા, દહિંસરા તથા મોરબી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ટ્રેન નંબર 09546/09545નું બુકિંગ 26મી જુલાઈ 2025થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.