Get The App

ભરુચમાં બે સંતોનાના પિતાએ અપરિણીત હોવાનું કહી હિન્દુ પરિણીતા સાથે નિકાહ કર્યા

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
ભરુચમાં બે સંતોનાના પિતાએ અપરિણીત હોવાનું કહી હિન્દુ પરિણીતા સાથે નિકાહ કર્યા 1 - image

Bharuch : ભરૂચની એક હોસ્પિટલના ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરનાર વિધમી બે સંતાનના પિતાએ પોતે અપરિણીત છે તેમ કહી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદમાં નિકાહ કરી હિન્દુ યુવતીને મુસ્લિમ બનાવી વડોદરા અને અજમેરની હોટલોમાં શારીરિક શોષણ કરી તરછોડી મૂકતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: એક જ દિવસમાં ચેક ક્લિયરિંગના વાયદા સામે 4-4 દિવસથી રઝળતાં બેન્ક ખાતેદારો

યુવાને પોતે કુંવારો છે તેમ જણાવી વિશ્વાસ ઊભો કર્યો

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ શહેરના મધ્યમાં આવેલી એક હોસ્પિટલમાં ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરતા મકતમપુર વિસ્તારના મુસ્લિમ યુવકે હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી અનુસૂચિત જાતિની પરિણીતાને માર્ચ-2023થી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવાને પોતે કુંવારો છે તેમ જણાવી વિશ્વાસ ઊભો કર્યો હતો.

પ્રેમજાળમાં ફસાવી નિકાહ કરનાર યુવક બે સંતાનોનો પિતા

મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી યુવાન પરિણીતાના લગ્ન થયા હતા પરંતુ તે પતિ સાથે રહેતી નહી હોવાથી તેવી પરિસ્થિતિનો લાભ ઉઠાવી મુસ્લિમ યુવક પરિણીતાને અમદાવાદ લઈ જઈ નિકાહ કરી લીધા હતાં. બાદમાં વડોદરા અને અજમેરની હોટલમાં લઈ જઈ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતાં. થોડા દિવસો બાદ પરિણીતાને જાણ થઈ હતી કે પ્રેમજાળમાં ફસાવી નિકાહ કરનાર યુવક બે સંતાનોનો પિતા છે. યુવતીને ફસાવનાર યુવકનો ભાંડો ફૂટતા જ તે હોસ્પિટલમાંથી નોકરી છોડીને જતો રહ્યો હતો.

મુસ્લિમ યુવકનો ફોન પણ સ્વિચ ઓફ આવતા આખરે પરિણીતા ભરૂચ એ ડીવીઝન પોલીસ મથક પહોંચી હતી અને તા.7 ના રોજ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી આપી હતી. પોલીસ તુરંત જ હરકતમાં આવી હતી અને હિન્દુ યુવતીને મુસ્લિમ બનાવનાર યુવકને ઝડપી પાડ્યો હતો. બાદમાં યુવકે હિન્દુ પરિણીતાને પોતે અપનાવી લેશે તેવી મૌખિક બાંયેધરી આપ્યા બાદ તે જતો રહ્યો હતો. બીજી બાજુ બાદમાં પાછળથી પરિણીતાએ પણ પોતે ફરિયાદ આપવા માંગતી નહી હોવાનું પોલીસને જણાવ્યું હતું.

મુસ્લિમ યુવકે પરિણીતાના પાંચ લાખ પડાવ્યા

મુસ્લિમ યુવાનની પ્રેમજાળમાં ફસાયેલી પરિણીતાને એક સંતાન છે અને તેના પતિએ પણ તેને કાયદેસરના છૂટાછેડા આપ્યા નથી. તેના પતિએ વચગાળાના ભરણપોષણના રૂ.5 લાખ આપ્યા હતાં. આ રકમ પણ મુસ્લિમ યુવકે ટુકડે ટુકડે પચાવી પાડી હતી. મહત્ત્વની બાબત એ છે કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવાના બદલે માત્ર અરજી લઈ તપાસ હાથ ધરી સમાધાનકારી વલણ અપનાવ્યું હતું.

આ પણ વાંચો: KFCની લાલિયાવાડી! નોનવેજ વેસ્ટ રસ્તામાં ફેંકવામાં આવતા સ્થાનિકોએ મચાવ્યો હોબાળો

મૌખિક સમાધાન કર્યુ હોવાથી આરોપીને જવા દીધો: પીઆઈ 

ભોગ બનનારે બે દિવસ પહેલા લેખિતમાં પોલીસ મથકે અરજી આપી, જેમાં ગંભીર આક્ષેપ કર્યા હતા જેના પગલે પોલીસે આરોપીને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતાં સમગ્ર ભાંડો ફુટર્યો હતો અને આરોપીએ મૌખિક ભોગ બનનાર ફરીયાદી સાથે સમાધાન કરી લીધું હોવાની પોલીસ સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પાડી આરોપીને છોડી મૂકવામાં આવ્યો હતો. પીઆઈ આર.એમ. વસાવાએ જણાવ્યું હતું કે મૌખિક સમાધાન થયું હોવાથી સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પાડી જવા દેવાયો છે.