Get The App

ભરૂચમાં હાંસોટ-પંડવાઈ રોડ પર ગોઝારો અકસ્માત, બાઇક પર જતાં પિતા પુત્રનું ટ્રકની અડફેટે મોત

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
ભરૂચમાં હાંસોટ-પંડવાઈ રોડ પર ગોઝારો અકસ્માત, બાઇક પર જતાં પિતા પુત્રનું ટ્રકની અડફેટે મોત 1 - image

Bharuch Accident News : ભરુચના હાંસોટ-પંડવાઈ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયાની માહિતી સામે આવી છે. જેમાં બાઈક પર જતાં પિતા પુત્ર ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.   ઘટનાની જાણ થતાં જ લોકોની ભીડ એકઠી થઇ હતી અને ટ્રક ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો પણ તે ઘટનાસ્થળે ટ્રક છોડી નાસી છુટ્યો હતો. 

આ પણ વાંચો: વડસરમાં બ્રિજ બનાવવા રૂ.17.18 કરોડ ખર્ચાશે : અંદાજથી 14 ટકા વધુ રકમ ચૂકવાશે


હાંસોટ પોલીસ એક્ટિવ થઇ 

હાંસોટ પોલીસને અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બંને પિતા-પુત્રોના મૃતદેહોને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે આરોપી ટ્રક ડ્રાઈવરને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.   માહિતી અનુસાર બંને પિતા પુત્રો વાલનેરના રહેવાશી હતા.

આ પણ વાંચો: કોંગ્રેસી નેતાએ રાજકોટમાં રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો, વાહન રસ્તામાં જ બેસી ગયું

Tags :