જય જય અંબે..., યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તારીખ જાહેર, જિલ્લા કલેક્ટર યોજી હતી બેઠક
Bhadravi Poonam fair in Ambaji : ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજ્યમાં આવેલા મોટા મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જેમાં અંબાજી, શામળાજી સહિતના પ્રસિદ્ધ તીર્થસ્થાન ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. જ્યારે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને જિલ્લા કલેક્ટર દ્વાર બેઠક મળી હતી. જેમાં જણાવ્યું હતું કે, આગામી 1 થી 7 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં મેળો યોજાશે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ અંબાજી ખાતે યોજાતા ભવ્ય ભાદરવી પૂનમના મેળાને જિલ્લા કલેક્ટર દ્વારા જાણકારી આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અંબાજીના મેળાને લઈને આયોજનની ચર્ચા કરાઈ હતી. જેમાં શ્રદ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ-ભોજન, પાર્કિંગ, ટ્રાફિક, સુરક્ષા સહિતની બાબતે ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું.
આ પણ વાંચો: VIDEO: ગુરુપૂર્ણિમા નિમિત્તે રાજ્યના મોટા મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
અષાઢ સુદ પૂનમ એટલે ગુરૂપૂર્ણિમાના આજ (10 જુલાઈ, 2025)ના પાવન દિવસે અંબાજી મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટ્યાં હતા. અંબાજી મંદિરના મુખ્ય પૂજારી ભટ્ટજી મહારાજને ગુરુ માનીને તેમની પૂજા કરીને ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા.