Get The App

અમદાવાદમાં કાંકરિયાની 'રોનક' પાછી ફરી, અટલ એક્સપ્રેસ દોડતી થઈ, જાણો ટિકિટનો ભાવ

Updated: Dec 18th, 2024

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં કાંકરિયાની 'રોનક' પાછી ફરી, અટલ એક્સપ્રેસ દોડતી થઈ, જાણો ટિકિટનો ભાવ 1 - image


Ahmedabad Kankaria Carnival: અમદાવાદમાં ફરવા લાયક સ્થળમાં સૌથી પહેલું નામ જો કોઈ મોઢે આવે તો તે કાંકરિયા તળાવ છે. પરંતુ, છેલ્લા ઘણાં સમયથી કાંકરિયાની રોનક ગણાતી અટલ સ્વર્ણિમ એક્સપ્રેસ ટ્રેન બંધ હતી. પરંતુ હવે પ્રવાસીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. 25 ડિસેમ્બરથી શરુ થતાં કાર્નિવલ ફેસ્ટિવલ પહેલાં પ્રવાસીઓ માટે આ ટ્રેન ફરી શરુ કરવામાં આવી છે.  

કાંકરિયાની રોનક પાછી આવી

નાતાલના દિવસથી શરુ થતા પાંચ દિવસના કાર્નિવલ ફેસ્ટિવલમાં દૂર-દૂરથી લોકો ઉજવણી માટે આવે છે. ત્યારે લોકચાહનાને ધ્યાને રાખીને કાંકરિયામાં ફરી અટલ એક્સપ્રેસ ટ્રેન શરુ કરવામાં આવી છે. મેયર પ્રતિભા જૈન સહિત શાસક પક્ષના હોદ્દેદારો દ્વારા અટલ એક્સપ્રેસને લીલી ઝંડી આપીને કાંકરિયાની રોનકને પરત લાવવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ગુજરાતીઓ માટે મહાકુંભમાં જવાની ખાસ વ્યવસ્થા: આ શહેરોમાંથી દોડાવાશે વિશેષ ટ્રેન

શું છે ટિકિટની કિંમત?

આ ટ્રેનની મુસાફરી કરવા માટે 12 વર્ષથી વધુ વયના વ્યક્તિ માટે ટિકિટનો દર 30 રૂપિયા રાખવામાં આવ્યો છે. તેમજ 3થી 12 વર્ષના બાળકો માટે 12 રૂપિયા ટિકિટનો ભાવ રાખવામાં આવ્યો છે. આ સિવાય પ્રવાસ માટે બાળક દીઠ 12 રૂપિયાની કિંમત નક્કી કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ સુરત સ્થાયી સમિતિની સુચના માત્ર કાગળ પર જ, બ્રિજ નીચે દબાણ હટાવી કોમર્શિયલ ઉપયોગ ન કરવાની સૂચનાઓની કોઈ અસર નહી

કેમ બંધ કરાઈ હતી ટ્રેન? 

નોંધનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદથી ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના તમામ અમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરી દીધા હતા. જેના પગલે કાંકરિયા પરિસરમાં ચાલતી અટલ એક્સ્પ્રેસ ટ્રેનને પણ બંધ કરી દેવાઈ હતી. જેને હવે કાર્નિવલ ફેસ્ટિવલ પહેલાં ફરીથી શરુ કરી દેવામાં આવી છે. જેનો તમામ પ્રવાસીઓ આનંદ માણી શકશે.

Tags :