Get The App

સુરત સ્થાયી સમિતિની સુચના માત્ર કાગળ પર જ, બ્રિજ નીચે દબાણ હટાવી કોમર્શિયલ ઉપયોગ ન કરવાની સૂચનાઓની કોઈ અસર નહી

Updated: Dec 18th, 2024

GS TEAM


Google News
Google News
સુરત સ્થાયી સમિતિની સુચના માત્ર કાગળ પર જ, બ્રિજ નીચે દબાણ હટાવી કોમર્શિયલ ઉપયોગ ન કરવાની સૂચનાઓની કોઈ અસર નહી 1 - image


Surat Corporation : સુરત પાલિકાની એક મહિના પહેલાની સ્થાયી સમિતિમાં પાલિકાના તમામ ઝોનમાં ફ્લાય ઓવર બ્રિજ નીચે જે દબાણ અને ન્યુસન્સ છે તેને કાયમી ધોરણે દુર કરીને આ જગ્યાઓમાં પે એન્ડ પાર્ક કે અન્ય હેતુ માટે ભાડે આપીને આવક ઉભી કરી શકાય તેવી કામગીરી કરવા માટે તંત્રને સુચના આપી હતી. જોકે, એક મહિના બાદ પણ સ્થાયી સમિતિએ આપેલી સુચના કાગળ પર જ રહી ગઈ છે. સ્થાયી સમિતિએ બ્રિજ નીચે દબાણ હટાવી કોમર્શિયલ ઉપયોગ કરવા આપેલી સૂચના ની કોઈ અસર નહી બ્રિજ નીચે પારાવાર દબાણો જોવા મળી રહ્યાં છે તેના કારણે શહેરની સુંદરતા સામે ખતરો ઉભો થઈ રહ્યો છે. 

સુરત પાલિકાની 21 નવેમ્બરે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં પાલિકા વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજ નીચે અનેક દબાણ છે અને ન્યુસન્સ છે તેને તાકીદે દૂર કરી તે જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરીને પાલિકાને આવક ઉભી થાય તેવી કામગીરી કરવા માટે સૂચના આપી દીધી હતી. જોકે, 21 નવેમ્બરની સુચના બાદ આજે પણ શહેરના અનેક બ્રિજ પર નીચે ભારે દબાણ જોવા મળી રહ્યાં છે. સુરત શહેરના મજૂરાગેટ બ્રિજ, રીંગરોડ પર કડીવાલા સ્કૂલ બ્રિજ, સરદાર બ્રિજ, ખરવર નગર બ્રિજ સહિત અનેક બ્રિજની નીચે શ્રમજીવીઓ કે ભિક્ષુકો સાથે માથાભારે તત્વોનો કબ્જો છે. આ લોકોએ કરેલી ગંદકીના કારણે શહેરની સુંદરતાને ડાઘ લાગી રહ્યાં છે.

 આ ઉપરાંત ઘણીવાર રાહદારી અને વાહન ચાલકો માટે પણ બ્રિજ નીચે રહેતા લોકો આફતરૂપ બની રહ્યા છે. કેટલીક જગ્યાએ તો પાલિકાએ બનાવેલ સાયકલ શેરીંગ પ્રોજેક્ટ પરના સ્ટેન્ડ પર પણ ભિક્ષુકોએ કબજો જમાવી દીધો છે. આવા લોકો ભારે ગંદકી ફેલાવવા સાથે ન્યુસન્સ રૂપ બની રહ્યા છે. આ સમસ્યા દૂર કરવા માટે 21 નવેમ્બરના રોજ તાકીદ કરી છે પરંતુ એક પણ બ્રિજ નીચેથી દબાણ દુર કરવામા આવ્યા નથી.


Tags :