Get The App

બંગાળની ખાડીમાં અઠવાડિયામાં વધુ એક લૉ પ્રેશર મિની વાવાઝોડામાં રુપાંતરિત થવાની ભીતિ

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
Mini Cyclone Threat Next Week
(AI IMAGE)

Mini Cyclone Threat Next Week: આજે ગુજરાતમાં નલિયા 10.5, અમરેલી 11.2 તેમજ ગાંધીનગર અને જુનાગઢ 12, રાજકોટ, પોરબંદર, કેશોદમાં 13 સે. અને અમદાવાદ, વડોદરામાં 14 સે.સાથે સવારે કડકડતી ઠંડી રહી હતી અને બપોરનું તાપમાન 30 સે.આસપાસ રહ્યું હતું. આ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન તા.22 આસપાસ લૉ પ્રશરમાં સર્જાવાની સાથે તે ચાર દિવસ બાદ ડીપ્રેસન (સાયક્લૉજીનેસીસ અર્થાત્‌ વાવાઝોડાનું જ શરુઆતનું રૂપ)માં ફેરવાય તેવી પ્રબળ શક્યતા આજે મોસમ વિભાગે વ્યક્ત કરી છે.

26 નવેમ્બર સુધી પશ્ચિમ/ઉત્તરપશ્ચિમ દિશા તરફ ગતિ

ગુજરાતમાં થોડા સમય પૂર્વે કમોસમી ધોધમાર માવઠાં વરસાવનાર સિસ્ટમ પણ બંગાળની ખાડી તરફથી આવી હતી. ત્યારે આ સિસ્ટમની રાજ્ય પર શુ અસર થશે તે થોડા દિવસોમાં નક્કી થશે. મોસમ વિભાગ અનુસાર તા.24 નવેમ્બર આસપાસ તે ડીપ્રેસનમાં ફેરવાશે અને વઘુ શક્તિશાળી બનીને તા.26 સુધીમાં પશ્ચિમ કે ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે. આમ, જો આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ ધસે તો રાજ્યમાં મોસમ પલટો આવી શકે છે. 

આ પણ વાંચો: ચૂંટણી પંચના ગતકડાંથી મતદારો ગોથે ચડ્યાં, કુટુંબ રજિસ્ટર માન્ય દસ્તાવેજ પણ લાવવું ક્યાંથી?

અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય

બીજી તરફ, હાલ અરબી સમુદ્રમાં પણ ગુજરાતથી દૂર લક્ષદ્વિપ વિસ્તારમાં લૉ પ્રેશર સક્રિય છે અને વાદળોની પણ જમાવટ છે અને આગામી ત્રણ દિવસ તમિલનાડુ, કેરલ અને નજીકના ટાપુઓમાં વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે. જો કે તે વઘુ શક્તિશાળી બનવાની શક્યતા નથી. ગુજરાત માટે મોસમ વિભાગે આગામી 4 દિવસમાં સવારનું તાપમાન 2થી 3 સે.વધવાની આગાહી કરી છે, જ્યારે પશ્ચિમપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત સ્થળોએ કોલ્ડવેવનું પૂર્વાનુમાન છે. ગુજરાતમાં આજે પવન એકંદરે પૂર્વના રહ્યા હતા.

બંગાળની ખાડીમાં અઠવાડિયામાં વધુ એક લૉ પ્રેશર મિની વાવાઝોડામાં રુપાંતરિત થવાની ભીતિ 2 - image

Tags :