ઓગસ્ટમાં 13 દિવસ બેંકો બંધ રહેશે, અગત્યના કામકાજ સમયસર આટોપી લેવા
અમદાવાદ, તા. 31 જુલાઈ 2020 શુક્રવાર
ઓગસ્ટ મહિનો આવતીકાલથી શરૂ થઇ રહ્યો છે ત્યારે બેંકો 13 દિવસ એક મહિનામાં બંધ રહેશે. જેથી અગત્યના કામકાજ સમયસર નિપટાવી લેવા જેથી ધક્કો ન પડે. લૉકડાઉનમાં બેન્કોના ખુલવાના અને બંધ થવાના ટાઇમિંગમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. પરંતુ સમગ્ર લૉકડાઉનમાં બેન્ક કર્મચારી કામ કરતા રહ્યા છે.
ઓગસ્ટ મહિનામાં બેન્કની રજાઓની વાત કરીએ તો ઓગસ્ટમાં 13 દિવસ બેન્ક બંધ રહેશે. તેમાં રવિવાર અને બીજા-ચોથા શનિવારને સામેલ કરવામાં આવ્યા છે.
એ જાણી લો કે, કયા દિવસે બેન્કો ખુલશે અને કયા દિવસે બંધ રહેશે. બેન્કોમાં રજાઓની શરૂઆત બકરી ઈદની રજાથી થશે અને 31 ઓગસ્ટના દિવસે ઓણમના તહેવાર પર ખતમ થશે.
1 ઓગસ્ટે બકરી ઈદના દિવસે બેન્ક બંધ રહેશે. તેના બીજા જ દિવસે રવિવાર છે. 3 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર હોવાની બેન્કોમાં રજા રહેશે. 8 ઓગસ્ટે બીજો શનિવાર છે અને 9 ઓગસ્ટે રવિવાર હોવાથી બે દિવસ બેન્કો બંધ રહેશે.
12 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર હોવાની બેન્કોમાં રજા રહેશે. 13 ઓગસ્ટે પેટ્રિયોટ ડેના પ્રસંગે ઇમ્ફાલ ઝોનમાં બેન્કોમાં રજા રહેશે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાને રાખી તમામ ઝોનમાં બેન્કો બંધ રહેશે.
20 ઓગસ્ટે શ્રીમંત સંકરાદેવની તિથિ હોવાથી કેટલાક ઝોનની બેન્કો બંધ રહેશે. કેટલાક ઝોનમાં 21 ઓગસ્ટે હરિતાલિકા તીજના પ્રસંગે બેન્કોમાં રજા રહેશે.
22 ઓગસ્ટે ગણેશ ચતુર્થીના પ્રસંગે બેન્કોનું કામકાજ બંધ રહેશે. 29 ઓગસ્ટે કેટલીક ઝોનની બેન્કોમાં કર્મા પૂજાના કારણે રજા રહેશે. આવી જ રીતે 31 ઓગસ્ટે ઇન્દ્રયાત્રા અને તિરૂઓણમના પ્રસંગે કેટલાક ઝોનમાં બેન્કો બંધ રહેશે.