Get The App

બાંગ્લાદેશી નાગરિક નકલી ભારતીય પાસપોર્ટથી કુવૈત કમાણી કરવા પહોંચી ગયો, તપાસમાં ઘટસ્ફોટ

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
Ahmedabad Airport Bangladeshi Held


Ahmedabad Airport Bangladeshi Held: અમદાવાદ એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન વિભાગના કડક ચેકીંગમાં એજન્ટ દ્વારા નકલી પાસપોર્ટ ઉપરાંત વિઝા વધારી આપવાના બે કારસ્તાન પકડાતાં પોલીસ ફરિયાદો નોંધાઈ છે. પશ્ચિમ બંગાળમાં સ્થાયી થયેલો મુળ બાંગ્લાદેશનો એક યુવકે નકલી પાસપોર્ટ બનાવડાવીને કુવૈત કમાણી કરવા પહોંચી ગયો હતો. 

સાત વર્ષ પછી બાંગ્લાદેશ જઈ લગ્ન કર્યા

સાત વર્ષ પછી વતન બાંગ્લાદેશ જઈ લગ્ન કર્યા અને પરત કુવૈત જઈ રહ્યો હતો તે દરમિયાન ઈમિગ્રેશન ચેકીંગમાં શંકા જતાં બનાવટી પાસપોર્ટનો ભંડાફોડ થયો હતો. એસ.ઓ.જી.એ ગુનો નોંધીને બનાવટી ભારતીય પાસપોર્ટથી અરબ કન્ટ્રીઝમાં કમાણીના કારસ્તાન ચલાવતા એજન્ટ અંગે ઊંડી તપાસ શરૂ કરી છે. 

બનાવટી ડોક્યુમેન્ટસના આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યો 

એસ.ઓ.જી.ના પી.આઈ. પી.વી.દેસાઈએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ગુપ્તીપુરા વિસ્તારની રામનગર કોલોનીમાં રહેતા 30 વર્ષના બિપ્લોબ નિહારરંજન હલદાર તેમજ હુગલીના છપન નામના એજન્ટ સામે બનાવટી ડોક્યુમેન્ટસના આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યા અંગે ગુના નોંધાવ્યો છે. ફરિયાદ અનુસાર, ગત તા. 23ના રોજ અમદાવાદ એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન અધિકારીને કુવૈત જતી ફ્લાઈટના ઈમિગ્રેશન ચેકીંગ દરમિયાન બિપ્લોબ હલદારના ભારતીય પાસપોર્ટમાં શંકાસ્પદ બાબતોની ઊંડી તપાસ હાથ ધરાઈ હતી. 

ઈમિગ્રેશન વિભાગ દ્વારા ઊંડી તપાસ હાથ ધરાઈ

બિપ્લોબ હલદારે પોતે બાંગ્લાદેશમાં લગ્નપ્રસંગે ગયો હતો તે પછી લાંબો સમય રોકાયો હોવાની વાત કરી હતી. જો કે, ઈમિગ્રેશન વિભાગે પરિવાર વિશે ઊંડાણભરી પૂછપરછ કરતાં બિપ્લોબે પોતે મુળ બાંગ્લાદેશનો વતની હોવાનું જણાવ્યું હતું. બિપ્લોબ હલદારના મોબાઈલ ફોનમાંથી તેના માતા-પિતાના બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ તેમજ મેડિકલ રિપોર્ટ પણ મળી આવ્યા હતા. 

જન્મ ઢાકામાં થયો હતો અને પ. બંગાળના હુગલી ખાતે સ્થાયી થયો 

આ વિગતો અંગે ઈમિગ્રેશન વિભાગે જાણવાજોગ નોંધ કરાવતાં એસ.ઓ.જી. દ્વારા ઊંડી તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં જણાયું હતું કે, બિપ્લોબ હલદારનો જન્મ બાંગ્લાદેશના ઢાકા ખાતે થયો હતો. સંબંધીઓ ભારતમાં રહેતા હોવાથી માતા-પિતા સાથે ભારત આવ્યો હતો અને  પશ્ચિમ બંગાળના હુગલી ખાતે સ્થાયી થયા હતા. 

કુવૈતમાં પૈસા કમાવવા જવા સ્થાનિક એજન્ટનો સંપર્ક કર્યો 

પશ્ચિમ બંગાળથી કેટલાક લોકો કુવૈત ખાતે પૈસા કમાવવા જતાં હોવાથી બિપ્લોબ ન હલદારેસ હલદારે સ્થાનિક એજન્ટ છપનનો સંપર્ક કર્યો હતો. છપન નામના સ્થાનિક એજન્ટે મુળ બાંગ્લાદેશી નાગરિક બિપ્લોબ હલદારના માતા-પિતા હયાત નથી તેવું દર્શાવી ભારતના બનાવટી જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટસ બનાવી આપ્યા હતા. 

આ પણ વાંચો: ધો.1 માં ફરજિયાત 6 વર્ષે જ પ્રવેશના નિયમમાં દિવ્યાંગ બાળકોને છૂટ, સરકારનો મોટો નિર્ણય

2018માં ચેન્નઈથી વિમાનમાર્ગે કુવૈત ગયો

આ ડોક્યુમેન્ટસના આધારે ભારતીય પાસપોર્ટ મેળવીને બિપ્લોબ હલદાર વર્ષ 2018માં ચેન્નઈથી વિમાનમાર્ગે કુવૈત ગયો હતો અને 6 વર્ષ સુધી કુવૈતના સલુબી શહેરમાં રહ્યો હતો. ફેબ્રુઆરી-2025 માં ભારત આવી બાંગ્લાદેશના વિઝા મેળવી માતા- પિતા પાસે ગયો હતો અને મુંદરા નામની બાંગ્લાદેશી મહિલા સાથે લગ્ન કર્યા હતા. 

ફરી કુવૈત જતી વખતે અમદાવાદ એરપોર્ટ ઉપર ઝડપાઈ ગયો

આ પછી ભારત આવીને ફરી કુવૈત જઈ રહ્યો હતો તે દરમિયાન અમદાવાદ એરપોર્ટ ઉપર ઝડપાઈ ગયો હતો. કુવૈતમાં મજુરી કામ કરતાં મુળ બાંગ્લાદેશના વતની બિપ્લોબ હલદારે બનાવટી ડોક્યુમેન્ટસથી ભારતીય પાસપોર્ટ મેળવ્યા અને છપન નામના એજન્ટે બનાવટી ડોક્યુમેન્ટસથી પાસપોર્ટ બનાવી આપ્યા અંગે ગુનો નોંધી અમદાવાદ એસ.ઓ.જી. દ્વારા વધુ તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે. પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે સ્થાયી થયેલાં અને કમાણી કરવા હવાઈ માર્ગે કુવૈત ગયેલો પશ્ચિમ બંગાળનો યુવક પકડાયા પછી એજન્ટ પકડાશે ત્યારે ચોંકાવનારાં ઘટસ્ફોટ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી.

બાંગ્લાદેશી નાગરિક નકલી ભારતીય પાસપોર્ટથી કુવૈત કમાણી કરવા પહોંચી ગયો, તપાસમાં ઘટસ્ફોટ 2 - image

Tags :