માતાજીના પલ્લી પ્રસંગે હાર ચડાવવાના મુદ્દે કુટુંબીઓ વચ્ચે ઝઘડો : સામ સામે ફરિયાદ
Vadodara Crime : આણંદ જિલ્લાના પેટલાદ ખાતે રહેતા મીનાબેન મારવાડીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે તારીખ 30 ના રોજ હું તથા મારા પતિ વડોદરા શહેરની પાછળ મારવાડી ઈશ્વર નારાયણભાઈ મારવાડીને ત્યાં માતાજીની પલ્લી ભરવાના પ્રસંગમાં આવ્યા હતા. બપોરે 2:30 વાગ્યે બધા માંડવાની નીચે બેઠા હતા તે દરમિયાન મારા દિયર અજય મારવાડીએ માતાજીને ફૂલનો હાર પહેરાવવા બાબતે કહેતા મારા બનેવીનો દીકરો સુનિલ તથા બનેવી ઇશ્વરભાઇએ ઝઘડો કરી અજયને માથાના પાછળના ભાગે પથ્થર મારી ઈજા પહોંચાડી હતી.
જ્યારે સામા પક્ષે ઈશ્વરભાઈ મારવાડીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અજય મારવાડી તથા વિજય મારવાડીએ મારા દીકરાને ગાળો બોલી ઝપાઝપી કરી હતી તેમજ મારા જમણા હાથના અંગૂઠા પર બચકું ભરી લીધું હતું.