Get The App

'બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળ બિનહરીફ થશે', ભાજપના પૂર્વ સાંસદનું સૂચક નિવેદન

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
'બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળ બિનહરીફ થશે', ભાજપના પૂર્વ સાંસદનું સૂચક નિવેદન 1 - image


Banas Dairy Election 2025: એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. આ દરમિયાન ચૂંટણીને લઈને રાજકીય તથા સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. 22મી સપ્ટેમ્બર ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભાજપના પીઢ નેતા અને પૂર્વ સાંસદ પરબત પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'બનાસ ડેરીનું નિયામક મંડળ ફરી એકવાર બિનહરીફ બનવાની શક્યતા છે.'

ચૂંટલી બિનહરીફ થાય તેવી સંભાવના

થરાદ તાલુકાના ગામોમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની સાથે પરબત પટેલની સતત હાજરી તે થરાદ બેઠકની ચૂંટણી બિનહરીફ થવાના સંકેત આપે છે. શંકર ચૌધરીના નેતૃત્વ હેઠળ બનાસ ડેરીની ચૂંટણીને લઈ સહમતિના માહોલનું નિર્માશ થઈ રહ્યું છે. બનાસ ડેરી દ્વારા છેલ્લા એક દાયકામાં કરાવેલા વિકાસકાર્યો દૂધ ઉત્પાદકોને મળતી વધારાની સહાય અને નવી યોજનાઓથી ગ્રામ્ય અર્થતંત્રમાં આવેલા પરિવર્તનોને કારણે મતદારોમાં સકારાત્મક ભાવના છે. સમરસતાના સંકેતોને કારણે બનાસ ડેરીની આવનારી ચૂંટલી બિનહરીફ થાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો: એક જ પંડિત-એક જ મંદિર : સમૌ ગામમાં એક જ વર્ષમાં 133 બનાવટી લવ-મેરેજ રજિસ્ટર્ડ

ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ

ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય: 16મી સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી

ઉમેદવારી પત્રોની ચકાસણી: 23મી સપ્ટેમ્બર

માન્ય ઉમેદવારી પત્રોની યાદી: 24મી સપ્ટેમ્બર

ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ: 29મી સપ્ટેમ્બર

હરીફ ઉમેદવારોની આખરી યાદી: 30મી સપ્ટેમ્બર

મતગણતરી: 11મી ઓક્ટોબર

Tags :