8 વર્ષની બાળાને રૃમમાં ગોંધી જાતિય છેડતી કરનાર યુવાનના જામીન રદ
મૂળ યુ.પી.ના 20 વર્ષના અફરોઝ મેહરાબે 10 રૃપિયાની લાલચ આપી બાળાને રૃમમાં ગોંધીેને છેડતી કરી હતી
સુરત,તા.17 જુલાઈ 2020 શુક્રવાર
પાડોશમાં રહેતી 8 વર્ષીય બાળકી પર જાતીય હુમલો કરી પોક્સો એક્ટના ભંગ કરવાના ગુનામાં અઠવા પોલીસે જેલભેગા કરેલા આરોપી યુવાનની જામીન મુક્તિની માંગને આજે પોક્સો કેસોની ખાસ અદાલતે નકારી કાઢી છે.
ૃમૂળ બિહારના દરભંગા જિલ્લાના વતની તથા રૃદરપુરા બોમ્બે કોલોનીમાં રહેતા 20વર્ષીય આરોપી અફરોઝ મેહરાબ ખાને તા.8-3-20ના રોજ પોતાની પાડોશમાં રહેતી 8 વર્ષીય બાળકીને 10 રૃપિયાની લાલચ આપીને પોતાના રૃમમાં લઈ ગયો હતો.જ્યાં ભોગ બનનારના હોઠ પર આરોપીએ દાંત ખુંપાવવાથી માંડીને તેના ગુપ્તાંગ સાથે છેડછાડ કરીને જાતીય હુમલો કર્યો હતો. જે અંગે ભોગ બનનાર બાળકીની માતાએ અઠવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા અઠવા પોલીસે આરોપીની યુવાનને ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.
હાલમાં જેલવાસ ભોગવતા આરોપી અફરોઝ ખાને કરેલી જામીનના માંગના વિરોધમાં સરકારપક્ષે એપીપી કિશોર રેવાલીયાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી હતી.સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોઈ જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા કરવાની તથા પરપ્રાંતીય હોઈ ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપી બિહારી યુવાનની જામીનની માંગને નકારી કાઢી હતી.