Gujarat

જામનગરના પોલીસ સ્ટેશનોમાં ભંગાર થઈ ગયેલા વાહનોની હરાજી કરાઈ, રૂ. 50.55 લાખની આવક થઈ

By GS TEAM
6 Oct 20252 mins read
TukuTouch Logo
જામનગર શહેર અને જિલ્લાના જુદા-જુદા પોલીસ મથકોમાં લાંબા સમયથી મુદ્દામાલ તરીકે કબજે કરાયેલા વાહનોની આખરે જાહેર હરાજી કરવામાં આવી છે. જે વાહનોને છોડાવવા માટે કોઈ માલિકો આવ્યા નહોતા, તેવા 1179 વાહનોની હરાજીમાંથી પોલીસ તંત્રને રૂ. 50 લાખ 55 હજારની માતબર રકમની આવક થઈ છે, જે તાત્કાલિક સરકારી તિજોરીમાં જમા કરાવી દેવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના પોલીસ સ્ટેશનોમાં ભંગાર થઈ ગયેલા વાહનોની હરાજી કરાઈ, રૂ. 50.55 લાખની આવક થઈ

Jamnagar News : જામનગર શહેર અને જિલ્લાના જુદા-જુદા પોલીસ મથકોમાં લાંબા સમયથી મુદ્દામાલ તરીકે કબજે કરાયેલા વાહનોની આખરે જાહેર હરાજી કરવામાં આવી છે. જે વાહનોને છોડાવવા માટે કોઈ માલિકો આવ્યા નહોતા, તેવા 1179 વાહનોની હરાજીમાંથી પોલીસ તંત્રને રૂ. 50 લાખ 55 હજારની માતબર રકમની આવક થઈ છે, જે તાત્કાલિક સરકારી તિજોરીમાં જમા કરાવી દેવામાં આવી છે.

જામનગરના પોલીસ સ્ટેશનોમાં ભંગાર થઈ ગયેલા વાહનોની હરાજી કરાઈ

જામનગર જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં અલગ-અલગ ગુનાઓમાં કબજે કરાયેલા વાહનો લાંબા સમયથી પડ્યા રહેવાને કારણે ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા હતા. જિલ્લા પોલીસ વડા દ્વારા આ ભંગાર વાહનોની કાયદા અનુસાર જાહેર હરાજી યોજવાનો આદેશ કરવામાં આવ્યો હતો.આ સૂચનાના પગલે આ વાહનોની ગણતરી કરવામાં આવી હતી. જે બાદ કુલ 1179 વાહનો માટે જાહેર હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર હરાજી વખતે એલસીબીના પી.આઈ, શહેરના ત્રણેય ડિવિઝનના પીઆઈ અને બી. ડિવિઝનના પી.આઈ. તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારના પીઆઈ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


આ પણ વાંચો: ગુજરાતના વર્ગ-4 કર્મચારીઓને દિવાળીની ભેટ: સરકારે રૂ. 7000 એડહોક બોનસ જાહેર કર્યું

તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ જાહેર હરાજી દરમિયાન રૂ. 50,55,000/- ની આવક થઈ છે. આ આવક સરકારી નિયમો અનુસાર રાજ્યની તિજોરીમાં જમા કરાવી દેવામાં આવી છે. પોલીસ તંત્રની આ કાર્યવાહીથી લાંબા સમયથી ભંગાર બની રહેલા મુદ્દામાલનો નિકાલ થયો છે અને સરકારી આવકમાં વધારો થયો છે.