app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

પાંડેસરા-વડોદ રોડના આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ

Updated: Jan 24th, 2023


- એટીએમનો સેફટી ડોર તોડવાનો પ્રયાસ પરંતુ સફળતા નહી મળતા પાનનો ગલ્લો તોડી રહ્યા હતાઃ પોલીસ એક પછી એક બંને ચોરને ગણતરીની મિનીટોમાં ઝડપી પાડયા

સુરત
સુરતમાં ઠંડીના સુસવાટા વચ્ચે પાંડેસરા-વડોદ રોડ સ્થિત શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમ સેન્ટરમાં ત્રાટકેલા બે ચોરે એટીએમનો સેફ્ટી લોક તોડી રોકડ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે જાણ થતા દોડી આવેલી પોલીસે એટીએમ બાદ પાનનો ગલ્લો તોડવાનો પ્રયાસ કરી રહેલા બંને ચોરને ગણતરીની મિનીટમાં ઝડપી પાડયા હતા.
શહેરમાં ઠંડીના સુસવાટા વચ્ચે પાંડેસરા-વડોદ ગામ રોડ સ્થિત કમલા ચોક નજીક શાસ્ત્રીનગરમાં આવેલા આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં ત્રાટકયા હતા. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ત્રાટકેલા બે ચોર એટીએમમાં ઘુસી સેફટી ડોર તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી અને બેંકના એમ.એસ.એફના કંટ્રોલ રૂમ થકી પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ તુરંત જ ઘસી ગઇ હતી પરંતુ સેફટી ડોર તોડવામાં સફળતા નહીં મળતા બંને ચોર ત્યાંથી ભાગી ગયા હતા અને આગળ જઇ પાનનો ગલ્લો તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.


આ અરસામાં ચોરની શોધખોળ કરતી પોલીસ પણ ત્યાં પહોંચી જતા બે પૈકી એક ભાગી ગયો હતો જયારે એક ચોર ધીરજસીંગ ઉર્ફે ધીરૂસીંગ લક્ષ્મણસીંગ રાજપૂત (ઉ.વ. 25 રહે. શાસ્ત્રી નગર, વડોદ ગામ, પાંડેસરા અને મૂળ. મજરામા, જિ. સતના, મધ્યપ્રદેશ) ને ઝડપી પાડયો હતો. જયારે તેની પૂછપરછના આધારે તેની સાથે રહેતા હમવતની સાથીદાર સંજીવ જગદીશપ્રસાદ ચૌધરી (ઉ.વ. 24) ને પણ ગણતરીની મિનીટોમાં ઝડપી પાડયો હતો. પ્રિન્ટીંગ કામ કરતા બંને મિત્રો પ્રથમ વખત ચોરી કરવા ગયા હતા પરંતુ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

Gujarat