Get The App

અમદાવાદના અટલ બ્રિજની 3 વર્ષમાં 78 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત, આવક જાણીને ચોંકી જશો

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના અટલ બ્રિજની 3 વર્ષમાં 78 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત, આવક જાણીને ચોંકી જશો 1 - image


Ahmedabad Atal Bridge: ભારતના પહેલા હેરિટેજ સિટી અમદાવાદમાં સાબરમતી નદી પર નિર્મિત આઇકોનિક અટલબ્રિજ અમદાવાદના નગરવાસીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, આ અટલ ફૂટ ઓવર બ્રિજ લોકો માટે ફરવાનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, 31મી ઑગસ્ટ, 2022થી ઑક્ટોબર 2025 સુધીના સમયમાં કુલ 77,71,269 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 27.70 કરોડ રૂપિયાથી વધુની આવક પણ થઈ છે, જે અમદાવાદના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.

અમદાવાદના અટલ બ્રિજની 3 વર્ષમાં 78 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત, આવક જાણીને ચોંકી જશો 2 - image

અમદાવાદ ગુજરાતનું સૌથી અદ્યતન શહેર છે, જે આધુનિકીકરણ સાથે જૂના વારસાને પણ સાચવીને બેઠું છે. શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને એક અભૂતપૂર્વ અનુભવ પ્રદાન કરવા માટે વિવિધ પ્રવાસન આકર્ષણોનો વિકાસ કરવામાં આવ્યો છે. ગાંધી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ, કાંકરિયા લેકફ્રન્ટ, વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ શહેરની જૂની પોળ સંસ્કૃતિ, અમદાવાદ હેરિટેજ વૉક વગેરે પ્રવાસન આકર્ષણોની મુલાકાત લેવા લાખો પ્રવાસીઓ અમદાવાદ આવે છે. તેમાં પણ અટલ ફૂટઓવર બ્રિજ આધુનિક આર્કિટેક્ચર, ગુજરાતી સંસ્કૃતિ અને નગરસૌંદર્યનું જીવંત પ્રતીક છે.

અમદાવાદના અટલ બ્રિજની 3 વર્ષમાં 78 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત, આવક જાણીને ચોંકી જશો 3 - image

અટલ બ્રિજની મુલાકાત લેનાર પ્રવાસીઓની આંકડાકીય વિગત

SRFDCLએ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન(AMC)ની કંપની છે અને અટલ બ્રિજનું બાંધકામ આ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. SRFDCL દ્વારા આપવામાં આવેલા વર્ષવાર આંકડાઓની વિગતવાર વાત કરીએ તો, 31મી ઑગસ્ટ 2022થી માર્ચ 2023 દરમિયાન 21.62 લાખ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી, જેનાથી 6.44 કરોડ રૂપિયા આવક થઈ હતી. 

આ પણ વાંચો: 'હું જીવતો છું, પણ રોજ મરું છું', એર ઈન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક આપવીતી

એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન 26.89 લાખ મુલાકાતીઓ થકી 8.24 કરોડ રૂપિયાની તેમજ એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન 20.67 લાખ મુલાકાતીઓ થકી 8.19 કરોડ રૂપિયાની આવક થઈ હતી. એપ્રિલ 2025થી ઑક્ટોબર 2025 સુધીમાં 8.51 લાખ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચૂક્યા છે, જેનાથી અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનને 4.82 કરોડ રૂપિયાની આવક થઈ છે. 
Tags :