સુરત દુષ્કર્મ કેસમાં આજે હાઇકોર્ટમાં આસારામની અરજી પર સુનાવણીઃ જામીન લંબાવવા મુદ્દે લેવાશે નિર્ણય
Asaram Case Hearing: દુષ્કર્મના ગુનેગાર આસારામ આજીવન કેદની સજા ભોગવે છે. જોકે, 86 વર્ષીય આસારામના હંગામી જામીન પર મંગળવારે (2 સપ્ટેમ્બર) હાઇકોર્ટમાં સુનાવણી યોજાશે. નોંધનીય છે કે, બીમારીના કારણે ગુજરાત હાઇકોર્ટે 3 સપ્ટેમ્બર સુધી આસારાના હંગામી જામીન લંબાવ્યા હતા. પરંતુ, 27 ઓગસ્ટે રાજસ્થાન હાઇકોર્ટે આ હંગામી જામન લંબાવાનો ઈનકાર કરી સરન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે તણે જોધપુર સેન્ટ્રલ જેલમાં સરન્ડર કર્યું હતું.
કેટલીવાર લંબાવાઈ જામીન?
નોંધનીય છે કે, અગાઉ ગુજરાત હાઈકોર્ટે 27મી જૂને આસારામના સાતમી જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. જોકે, બાદમાં ત્રીજી જુલાઈએ જામીન એક મહિનો સુધી વધાર્યા હતા. ત્યારબાદ સાતમી ઓગસ્ટ 2025ના રોજ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. હવે ફરી કોર્ટે આસારામને ત્રીજી સપ્ટેમ્બર સુધી હંગામી જામીન આપ્યા હતાં. આ જામીન આજે પૂર્ણ થવા જઈ રહ્યા છે, તેથી આગળ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતના બારડોલીમાં કલરકામની ફેક્ટરીમાં ભીષણ આગ, બે કામદારોના મોત, 15-20 ઇજાગ્રસ્ત
રાજસ્થાન હાઇકોર્ટે નકારી અરજી
જોકે, 27 ઓગસ્ટે રાજસ્થાન હાઇકોર્ટે આસામાની જામીન લંબાવવાની અરજી ફગાવી દીધી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટ મુજબ, આસારામની તબિયત એટલી ગંભીર નથી કે, તેના જામીન લંબાવવામાં આવે. જોકે. આસારામને વ્હીલ ચેરની સુવિધા અને એક સહાયક રાખવાની છૂટ આપવામાં આવી હતી.