Get The App

કોમનવેલ્થની તૈયારીના ભાગરુપે ઔડા દ્વારા સાણંદ સહિતની ડ્રાફટ ટી.પી.પરામર્શમાં મોકલવા નિર્ણય

રીંગરોડની સમાંતર નવા સર્વિસ રોડ માટે આયોજન સુચવવામા આવ્યું

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
કોમનવેલ્થની તૈયારીના ભાગરુપે ઔડા દ્વારા સાણંદ સહિતની ડ્રાફટ ટી.પી.પરામર્શમાં મોકલવા નિર્ણય 1 - image

       

 અમદાવાદ,મંગળવાર,16 ડિસેમ્બર,2025

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ના આયોજન અગાઉ તૈયારીના ભાગરુપે ઔડા દ્વારા સાણંદ સહિતની ડ્રાફટ ટી.પી. પરામર્શમાં મોકલવાનો નિર્ણય કરાયો છે. રીંગરોડની સમાંતર નવા સર્વિસ રોડ માટે આયોજન સુચવવામાં આવ્યુ છે.

ઔડાની મળેલી કારોબારી બેઠકમાં સાણંદ ઉપરાંત મુઠીયા,બિલાસીયા, એણાસણ ઉપરાંત સરખેજ-ઓકાફ,ફતેવાડી, સનાથલ તેમજ કઠવાડા-ભુવાલડી, સિંગરવા તેમજ મહેમદાવાદની ડ્રાફટ ટી.પી.ને પરામર્શમાં મોકલવાનો નિર્ણય કરાયો હતો.પ્રારંભિક મંજુરી મળ્યા પછી બગીચા, રમતગમતના મેદાનો અને શાળાઓ સહિતની સુવિધા ઉભી કરી શકાશે.વૈષ્ણોદેવી સર્કલની નજીકમાં રીંગરોડને સમાંતર નવા સર્વિસ રોડ માટે ટી.પી.સ્કીમ વેરીડ કરી રાજય સરકારમાં મોકલવામા આવશે.ઔડા દ્વારા આવાસ યોજનાના કોઈ ઘટકમા ભાગ લીધો હોય અથવા પોતાની માલિકીનુ મકાન હોય એવા લાભાર્થીઓના આવાસ રદ કરવામા આવે છે.ઔડા હસ્તકના ગાર્ડન સિવાયના તમામ  પ્લોટ એક વર્ષના હંગામી ધોરણે ભાડેથી આપી શકાશે.આ પ્લોટ પેટા ભાડુઆતને કે ફુડ કોર્ટ અથવા કેફેટેરીયાના હેતુ માટે આપી શકાશે નહીં.નર્સરીના હેતુ માટે ૧૦ ટકા રીઝર્વેશન રાખવા તથા ૨૫ ટકા ડિસ્કાઉન્ટ આપવાનુ સુચવવામા આવ્યુ છે.

Tags :