Get The App

આઠ બોગસ પેઢી બનાવી રૃા 8.65 કરોડની ક્રેડીટ ઉસેટનાર ત્રણની ધરપકડ

મે.શ્રી શ્યામ ફાઈન ફેબ પ્રા.લિ.ના સંચાલકોની ડીજીજીઆઈએ ધરપકડ કરી 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડ માંગતા લાજપોર જેલ મોકલાયા

Updated: Sep 22nd, 2022

GS TEAM

Google News
Google News
આઠ બોગસ પેઢી બનાવી રૃા 8.65 કરોડની ક્રેડીટ ઉસેટનાર ત્રણની ધરપકડ 1 - image



સુરત

મે.શ્રી શ્યામ ફાઈન ફેબ પ્રા.લિ.ના સંચાલકોની ડીજીજીઆઈએ ધરપકડ કરી 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડ માંગતા લાજપોર જેલ મોકલાયા

આઠ બોગસ પેઢીઓના નામે માલની વાસ્તવિક રીતે સપ્લાય કર્યા વિના જ બોગસ ઈન્વોઈસ બિલોના આધારે કુલ રૃ8.65 કરોડની આઈટીસી ઉસેટીને સીજીએસટી એક્ટનો ભંગ કરનાર મે.શ્રી શ્યામ ફાઈન ફેબ પ્રા.લિ.ના ત્રણ શકદાર સંચાલકોની ધરપકડ કરી મોડી સાંજે સુરતની સીજીએમ કોર્ટમાં 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ સાથે રજુ કરતા કોર્ટે ત્રણ શકદારોને લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલવા હુકમ કર્યો છે.

સુરત ડીજીજીઆઈની ટીમને મળેલી બાતમીના આધારે આંજણા વિસ્તારમાં જીવન જ્યોત પાછળ ગુ્રપ હાઉસ સોસાયટીના પ્લોટ નં.60 માં સ્થિત મે.ડોલ્ફીન એન્ટરપ્રાઈઝના પ્રિમાઈસીસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન  મે.ડોલ્ફીન એન્ટરપ્રાઈઝે 6.94 કરોડની ઈન્વાર્ડ સપ્લાય કરીને 99.06 કરોડની આઈટીસી મેળવી હતી.જેનાથી વિપરિત 25.24 કરોડ આઉટવર્ડ સપ્લાય દર્શાવીને 4.12 કરોડની આઈટીસી પાસઓન કરી હતી.જેથી તપાસ દરમિયાન આ પ્રિમાઈસીસની માલિક જરીના ધંધા સાથે સંકળાયેલા રાણા કપીલાબેન જયવદનની હોવાનું તથા કોઈને મિલકત ભાડે આપી ન હોવાનું ખુલવા પામ્યું હતુ.જેથી મે.ડોલ્ફીન એન્ટરપ્રાઈઝના માલિક અનિમેષ પટનાયક તથા જગ્યાના માલિક રાણા કપીલાબેનની વચ્ચેના ભાડા કરાર બતાવતા મિલકત માલિકનો મૂળ આધારકાર્ડને બદલે બોગસ આધારકાર્ડ રજુ હોવાનું ખુલવા પામ્યું હતુ.

જેથી મે.ડોલ્ફીન એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢીના નામે સપ્લાય કર્યા વિના 4.12 કરોડની આઈટીસી પાસઓન કરી હતી.જે આઈટીસી મેળવનાર ઝાંપાબજાર હજુરી ચેમ્બર્સ સ્થિત મે.શ્રી શ્યામ ફાઈન ફેબ  પ્રા.લિ.ના ધંધાકીય સ્થળો પર તપાસ લંબાઈ હતી.જેના શકદાર સંચાલકો ઉમર બરફવાલા,નોમાન લાઈટવાલા તથા નિમેશ જરીવાલાને સમન્સ પાઠવી નિવેદલ લેવામાં આવ્યા હતા.મુખ્ય શકદાર નિમેશ જરીવાલાએ બે ડમી સંચાલકો ઉભા કરીને  અન્ય આઠ બોગસ સપ્લાયર્સ પેઢીઓના નામે બોગસ બીલોના આધારે કુલ 8.65 કરોડની આઈટીસી ઉસેટી હોવાનું બહાર આવ્યું હતુ.જેથી ડીજીજીઆઈના ઈન્ટેલિઝન્સ ઓફીસરે  ઉપરોક્ત ત્રણેય શકદારોની ધરપકડ કરી આજે કોર્ટમાં રજુ કર્યા હતા.ડીજીજીઆઈ તરફે ખાસ નિયુક્ત સરકારી વકીલ ઈમરાન મલિકે જણાવ્યું હતું કે શકદારોની વિરુધ્ધ ગંભીર ગુનાની તપાસ ચાલુ હોઈ,બેંક સ્ટેટમેન્ટ,મોબાઈલ ડેટા,સંપર્કોની તપાસ કરવાની છે.જેથી શકદારોને 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડ પર સોંપવા સરકારપક્ષે માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી શકદારોને લાજપોર સેન્ટ્રલ જેલ મોકલવા હુકમ કર્યો છે.

 

Tags :