Gujarat

વડોદરા: દારૂની મહેફિલ માણી રહેલા 6 ખાનદાની નબીરાઓની ધરપકડ

By GS Team
22 Nov 20211 min read
This article was originally published on 22 Nov 2021
વડોદરા: દારૂની મહેફિલ માણી રહેલા 6 ખાનદાની નબીરાઓની ધરપકડ

વડોદરા, તા. 22 નવેમ્બર 2021 સોમવાર

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં પાર્ક પ્લાઝા બિલ્ડીંગના બેઝમેન્ટમાં ચાલતી દારૂની મહેફિલ દરમ્યાન લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી છ ખાનદાની નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે દારૂની બોટલ, ઠંડા પીણા, 06 મોબાઇલ ફોન તથા 04 બાઇક મળી કુલ 2.33 લાખની મત્તા કબજે કરી હતી.

વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે સમયે ચોક્કસ માહિતીના આધારે કુણાલ ચોકડી પાસે આવેલી પાર્ક પ્લાઝા બિલ્ડીંગના બેઝમેન્ટમાં દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલા છ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં કૃતાર્થ મહેશભાઈ પરમાર ( રહે - ભાગ્યોદય સોસાયટી, સહયોગ પોલીસ ચોકી સામે, ગોરવા ), ભાવેશ ચંપકભાઈ સોલંકી (રહે- શ્રદ્ધા એવન્યુ ,દશામા ચોકડી પાસે, ગોરવા ), આકાશ જગદીશભાઈ સોલંકી (રહે- રત્નકર ટેનામેન્ટ, પુષ્પમ ટેનામેનટની પાછળ ગોત્રી રોડ ), ભૌમિક પ્રકાશભાઈ પંચાલ ( રહે- સૌરભ પાર્ક, સમતા ફ્લેટ ની પાછળ, સુભાનપુરા), બેન્ઝામીન ન્યુટનભાઈ કાઠી (રહે- ગુણાતીત પાર્ક ,કલ્પવૃક્ષની પાછળ ,ગોત્રી)  અને ભાવિન જેન્તીભાઈ સોલંકી (રહે -રત્નાકર ટેનામેન્ટ,  શ્રીનાથ રેસીડેન્સી સામે ,ગોત્રી) નો સમાવેશ થાય છે. 

દરોડા દરમિયાન પોલીસે અડધી ભરેલી એક દારૂની બોટલ, એક ખાલી દારૂની બોટલ, ઠંડા પીણાની બોટલ તથા 6 મોબાઈલ ફોન અને 04 બાઇક મળી 2.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.