Get The App

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એમબીબીએસની પરીક્ષામાં ઉત્તરવહી બદલવાના કેસની ફરિયાદમાંથી આરોપી કુલપતિ જે.જે.વોરાનું નામ ગાયબ

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એમબીબીએસની પરીક્ષામાં ઉત્તર વહીઓ બદલી નાખવાના કેસમાં છ વર્ષે ફરિયાદ લેવાઈ

નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ઓરિજિનલ ઉત્તરવહીઓ ગુમ કરી દઈ તેને સ્થાને પરીક્ષા ખડ સિવાય અન્ય સ્થળે લખીને ખોટી ઉત્તરવહીઓ મૂકીને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ થયેલા જાહેર કર્યા

Updated: Mar 19th, 2025

GS TEAM


Google News
Google News
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એમબીબીએસની પરીક્ષામાં ઉત્તરવહી બદલવાના કેસની ફરિયાદમાંથી  આરોપી કુલપતિ જે.જે.વોરાનું નામ ગાયબ 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર      

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમ.બી.બી.એસ.ન ા વિદ્યાર્થીઓની પરીક્ષામા ગુણ સુધારણામાં વિસંગતતા જોવા મળતા હાથ દરવામાં આવેલી તપાસના અહેવાલમાં યુનિવર્સિટીના કુલપતિ જે. જે. વૉરા સહિતના સ્ટાફને જવાબદાર ગણી તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાની ભલામણ કરવામાં આવી તે પછીય વરસો બાદ સ્વીકારવામાં આવેલી ફરિયાદમાંથી કુલપતિ જે.જે.વૉરાનું નામ કાઢી નાખવામાં આવ્યું હોવાને મુદ્દો પાટણનાા વિધાનસભાના સભ્યે કિરીટ પટેેલે સખત વિરોધ નોંધાવ્યો હતો. ગૃહ વિભાગ બજેટમાં મૂકેલી માગણીઓ અંગે બોલતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં આજે પણ વરસોના વરસ સુધી પોલીસ ફરિયાદ પણ લેવામાં આવતી નથી. આ કેસમાં ઉચ શિક્ષણ કમિશનરની કચેરીએ મૂલ્યાંકનની કામગીરી સાથે સંકળાયેલા તમામ સ્ટાફ સામે શિસ્ત ભંગના પગલાં લેવાની ભરામણ કરવામાં આવી છે. તેમ જ તેમની સામે શાં પગલાં લેવા તેનો વિગતવાર અધવાલા પણ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. 


ગુજરાતમાં પોલીસ ફરિયાદ લેવામાં આવતી જ નથી. પોલીસ ફરિયાદ કરનારા પાસેથી ફરિયાદ લેવામાં ગલ્લાંતલ્લાં કરવામાં આવી રહ્યા છે. હાઈકોર્ટના આદેશ પછી ૨૦૨૧૮ની સાલમાં બનેલી ઘટના અંગેની ફરિયાદ ૨૦૨૫મં લેવામાં આવી છે. ૧૭મી માર્ચ ૨૦૨૫ના લેવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે પરિમલ અરવિન્દ પટેલ, દિવ્ય મહેશ પટેલ, ઉદય રમેસ ઓઝાએ અન્ય રોજમદાર તરીક ેકામ કરતાં બે કર્મચારી સાથે મળીને ગુનાઈત હાવતરું રચીને એમબીબીએસના પ્રથમ વર્ષના નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ઓરિજિનલ ઉત્તરવહીઓ ગુમ કરી દઈ તેને સ્થાને પરીક્ષા ખડ સિવાય અન્ય સ્થળે લખીને ખોટી ઉત્તરવહીઓ તૈયાર કરીને ખોટી રીતે ગુણ વધારી આપીને ખોટું રિએસેસમેન્ટ કરીને નાપાસ થયેલા વિદ્યાર્થીઓને પાસ થયેલા જાહેર કરવામાં આવ્યા છે. આ કામગીરી કરીને તેમણે અપ્રામાણિક લાભ પમ મેળવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. જોકે આરોપીઓની યાદીમાં ભૂતકાળમાં કુલપતિ જે.જે. વોરાનું નામ પણ હતું. પરંતુ વાસ્તવમાં ફરિયાદ કરવામાં આવી ત્યારે જે.જે.વૉરાનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું. આ મુદ્દે સરકાર મૌન તોડીને વાત સરે તે જરુરી છે. ગુજરાતમાં અનેક પ્રકારની પોલીસ ફરિયાદો લેવામાં બિનજરૃરી વિલંબ કરવામાં આવી રહ્યો હોવાની વાત તેમણે કરી હતી. 


Tags :