Get The App

વડોદરા નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટના: બે યુવકોના કમકમાટીભર્યા મોત

Updated: Apr 29th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરા નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટના: બે યુવકોના કમકમાટીભર્યા મોત 1 - image


Hit And Run in Vadoara: વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનાઓનો સિલસિલો યથાવત છે. ત્યારે વડોદરા નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતાં બે યુવકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વડોદરા નજી વાઘોડિય ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અટફેટે લેતાં 2 યુવકોને જીવ ગુમાવ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ વાહનચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા. 

અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક યુવકોની ઓળખવિધિ માટે તપાસ ધમધમાટ શરૂ કરી દીધો છે. તો બીજી તરફ અજાણ્યા વાહન ચાલકને પકડી પાડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ફંફોળવાનું શરૂ કરી દીધું છે. 


Tags :