Get The App

અમદાવાદમાં વધુ એક આપઘાતની ઘટના, સાઉથ બોપલમાં ફ્લેટના 14માં માળેથી વ્યક્તિએ પડતું મૂક્યું

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં વધુ એક આપઘાતની ઘટના, સાઉથ બોપલમાં ફ્લેટના 14માં માળેથી વ્યક્તિએ પડતું મૂક્યું 1 - image
Representative image

Ahmedabad News: રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા મેરીગોલ્ડ ફ્લેટના 14માં માળેથી કૂદીની એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મંગળવારે (22મી જુલાઈ) સવારે સાઉથ બોપલમાં આવેલા મેરીગોલ્ડ ફ્લેટના14માં માળે ઝંપલાવી અમિત નામના વ્યક્તિએ આપઘાત કર્યો હતો. જોકે, હજુ સુધી આ આપઘાત કેમ કરવામાં આવ્યો તે વિશે નક્કર માહિતી સામે આવી નથી. પોલીસે પ્રાથમિક તપાસના ભાગરૂપે સ્થાનિકોની પૂછપરછ શરૂ કરી છે.

આ પણ વાંચો:બનાસકાંઠાના ઢુવા ગામમાં દારૂ વેચતા કે પીતા ઝડપાશે તો મુંડન કરીને રૂ.11 હજારનો દંડ ફટકારાશે


નરોડામાં પાંચમાં માળેથી પડતું મૂકી યુવકનો આપઘાત

ઉલ્લેખનીય છે કે, અગાઉ નરોડામાં અગમ્ય કારણોસર સાણંદના યુવકે હરિદર્શન ચોકડી નજીક આર્શિવાદ એવન્યું નામના કોમ્પલેક્ષના પાંચમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. ચોંકવનારી બાબત તો એ છે કે યુવક ધાબાની પાળી ઉપર બેઠેલો હતો ત્યારે સ્થાનિક લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો પરંતુ પોલીસ કે ફાયર બ્રિગેડને જાણ કરીને બચાવવા પ્રયાસ કર્યો ન હતો. આ બનાવ અંગે નરોડા પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ કરતો પ્રાથમિક તપાસમાં યુવક ઉબેર ચલાવતો હતો. જો કે કયા કારણસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

Tags :