Gujarat

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા, ખેડૂતે નુકસાન ભોગવવાનો વારો

By GS TEAM
8 Sep 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં તથા ઉપરવાસમાં પડેલા સતત વરસાદના કારણે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. કાંઠા ગામોના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ અંકલેશ્વરમાં નર્મદા નદીમાં આવેલાં પૂરના પાણીથી તારાજી સર્જાઈ છે. નદી કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા, ખેડૂતે નુકસાન ભોગવવાનો વારો

Ankleshwar Villages Hit by Narmada Flooding: ગુજરાતમાં તથા ઉપરવાસમાં પડેલા સતત વરસાદના કારણે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. કાંઠા ગામોના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ અંકલેશ્વરમાં નર્મદા નદીમાં આવેલાં પૂરના પાણીથી તારાજી સર્જાઈ છે. નદી કાંઠા વિસ્તારના ગામોમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે. 

ભારે વરસાદથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો

અંકલેશ્વરમાં નર્મદા નદીના કાંઠે આવેલા સરફુદીન, બોરભાઠા સહિત 14 ગામોમાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે નર્મદા નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત માંડવા બુઝર્ગથી લઈને ગોલ્ડનબ્રિજ સુધીના પટમાં આવેલા 5થી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા. જે ખેતરમાં ઊભા પાક પર ફરી વાળવા સાથે ઊભા પાકને નુકસાન થયું છે. કાંસીયા, માંડવા, છાપરા, અંદાડા, ગડખોલ, નૌગામા સહીતના ગામોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા.

આ પણ વાંચો: મેઘરાજાએ રસ્તાઓની હાલત કરી ખરાબ, ખેડા-કચ્છ અને વાવ થરાદમાં બંધ રસ્તાઓનું આ રહ્યું લિસ્ટ

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેતરોમાં ઊભો પાક નષ્ટ થવાના આરે આવીને ઊભા છે. જો પાણી ખેતરોમાંથી વહેલા નહીં ઉતરે તો ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની આવે તેવુ લાગી રહ્યું છે.

નર્મદા ડેમ 91 ટકાથી વધુ ભરાયો

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર (નર્મદા) ડેમ તેની કુલ જળસંગ્રહ ક્ષમતાના 91 ટકાથી વધુ ભરાઈ ગયો છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ 84 ટકા જળસંગ્રહ થયો છે. આ સારા સમાચાર છે, કારણ કે પાણીની ઉપલબ્ધતા આગામી મહિનાઓ માટે રાહત આપશે. હાલમાં 123 ડેમ હાઈએલર્ટ પર, 20 એલર્ટ પર, અને 14 વોર્નિંગ પર છે.