Gujarat

અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ, આણંદના 4 આરોપીની ધરપકડ

By GS TEAM
27 Mar 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના બોડકદેવ અને સેટેલાઇટ વિસ્તારમાં લોનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો LCB ઝોન-7 દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગના સભ્યો શહેરના પોશ વિસ્તારોમાં માત્ર દેખાડો કરવા માટે ટૂંકા સમય માટે ઓફિસો ભાડે રાખતા હતા. તેઓ અન્ય રાજ્યોના મોટા વેપારીઓને ટેલિફોનિક સંપર્ક કરી, બેંક કરતા અડધા વ્યાજે એટલે કે ખૂબ જ ઓછા વ્યાજદરે 30 કરોડથી માંડીને 100 કરોડ સુધીની મોટી મોર્ગેજ લોન અપાવવાની લાલચ આપતા હતા. વેપારીઓ વિશ્વાસમાં આવે એટલે લોન પ્રોસેસિંગ અને સ્ટેમ્પ ડ્યુટીના બહાને લાખો રૂપિયા પડાવતા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ, આણંદના 4 આરોપીની ધરપકડ

Fake Mortgage Loan Racket Busted In Ahmedabad : અમદાવાદના બોડકદેવ અને સેટેલાઇટ વિસ્તારમાં લોનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો LCB ઝોન-7 દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ગેંગના સભ્યો શહેરના પોશ વિસ્તારોમાં માત્ર દેખાડો કરવા માટે ટૂંકા સમય માટે ઓફિસો ભાડે રાખતા હતા. તેઓ અન્ય રાજ્યોના મોટા વેપારીઓને ટેલિફોનિક સંપર્ક કરી, બેંક કરતા અડધા વ્યાજે એટલે કે ખૂબ જ ઓછા વ્યાજદરે 30 કરોડથી માંડીને 100 કરોડ સુધીની મોટી મોર્ગેજ લોન અપાવવાની લાલચ આપતા હતા. વેપારીઓ વિશ્વાસમાં આવે એટલે લોન પ્રોસેસિંગ અને સ્ટેમ્પ ડ્યુટીના બહાને લાખો રૂપિયા પડાવતા હતા.

અમદાવાદમાં લોનના નામે લાખોની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ ગેંગે બોડકદેવમાં રૂ.35 લાખ અને સેટેલાઇટ વિસ્તારમાં રૂ.29.75 લાખ એમ મળીને કુલ રૂ.64.75 લાખની ઠગાઈ આચરી હતી. આ રકમ તેઓ કોઈ ખોટી કંપનીના નામે ખોલાવેલા કરંટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા અને ત્યારબાદ ઓફિસો બંધ કરી ગાયબ થઈ જતા હતા. 

આ ઠગાઈના પૈસામાંથી આરોપીઓ સોનાની ખરીદી કરીને આર્થિક લાભ મેળવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે તેમની પાસેથી રોકડ રકમ અને 4 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા


આણંદના 4 આરોપીની ધરપકડ

ઝોન-7 ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી સતત બે મહિના સુધી મહેનત કરીને આણંદ જિલ્લાના 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા શખ્સો સામે વિવિધ કલમો હેઠળ બે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગેંગે અન્ય કેટલા વેપારીઓને શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે.