Get The App

P.I વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી વાયરલ કરનાર વકીલ સામે ગુનો નોંધાયો

એક બિલ્ડર સાથે પણ પોલીસ મથકના કેમ્પસમાં માથાકૂટ કરી તેનું પણ શુટીંગ કર્યું હોવાથી બિલ્ડરે પણ વકીલ સામે ફરિયાદ નોંધાવી

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News

સુરત તા.25 જુલાઈ 2020  શનિવાર

મિત્રની ગુમ થયેલી મોટરસાયકલ અંગે પુણા પોલીસ મથકમાં તપાસ કરવા ગયેલા બિલ્ડર સાથે કાર મોટરસાયકલને અડી જવા બાબતે ઝઘડો કરી બાદમાં પોલીસ મથકમાં વિડીયો ઉતારી પીઆઇ વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરનાર અને બાદમાં બિલ્ડરનું પણ શુટીંગ કરનાર વકીલ વિરુદ્ધ બિલ્ડરે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં પુણા ગામ સીતાનગર ચોકડી પાસે મુક્તિધામ સોસાયટીમાં રહેતા બિલ્ડર જયંતકુમાર ઉર્ફે ગણપત આપા દુલાભાઇ આહીર ( ઉ.વ.24 ) ના મિત્ર જયંતીભાઈ કલસરીયાની મોટરસાયકલ ગતરોજ ગુમ થતા સાંજે તેને શોધવા માટે પુણા પોલીસ મથકે ગયા હતા. જ્યંતકુમાર પોતાની મોટરસાયકલ અંદર લેતા હતા ત્યારે એક કાર ચાલકે રિવર્સ લેટી વખતે મોટરસાયકલ સાથે અડી હતી. આ અંગે જયંતકુમારે સફેદ શર્ટ અને માસ્ક નહીં પહેરેલા પહેરેલા ચાલકને કહેતા તેણે ગાળો આપી હતી અને ગાડી અડી નથી ને ? તારે પોલીસ સ્ટેશનમાં જવું હોય તો સામે પોલીસ સ્ટેશન છે, ફરિયાદ કર. પોલીસવાળા મારુ કોઈ ઉખેડી લેવાના નથી તેમ કહી તે પોલીસ સ્ટેશનમાં ચાલ્યો ગયો હતો. જયંતકુમાર બાદમાં મોટરસાયકલની તપાસ કરી ચાલ્યા ગયા હતા. દરમિયાન, આજે બપોરે તેમને વ્હોટ્સએપ ઉપર એક વિડીયો આવ્યો હતો અને તેમાં તેમની સાથે ગતરોજ પોલીસ સ્ટેશનમાં માથાકૂટ કરનાર જ પોલીસ વિષે એલફેલ બોલતો હતો.

જ્યંતકુમારે વિડીયો જોતા તે વ્યક્તિ પોતાની ઓળખ એડવોકેટ મેહુલ બોધરા તરીકે આપી બોલતો હતો કે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતી નથી અને ગતરોજ પુણા પોલીસમથકમાં અરજદારને અરજીના કામે એકલા બોલાવી પૈસાની માંગણી કરે છે. પીઆઇ રાયટરની ઓફિસના આ વિડીયોમાં અરજદાર અને વકીલ પોલીસ કાર્યવાહી અંગે અસંતોષ વ્યક્ત કરતા નજરે ચઢયા હતા અને બાદમાં વકીલે પીઆઇ વી યુ ગડરીયા અંગે પણ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી આ પોલીસ સ્ટેશન તમારા બાપની જાગીર નથી, પોલીસ અમારા નોકર છે અમે તમારા માલિક છે તેવું કહ્યું હતું. વિડીયોમાં જયંતકુમાર મિત્રની મોટરસાયકલ શોધતા હતા તે પણ નજરે ચઢતા અને વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતા જ્યંતકુમારને તેમના સગાસંબંધી અને મિત્રોના ફોન આવ્યા હતા. પોતાની બદનામીની બીકે જયંતકુમારે આજરોજ પોલીસ સ્ટેશનમાં પરવાનગી વિના વિડીયો ઉતારી પીઆઇ વિરુદ્ધ એલફેલ બોલનાર અને તેમનું પણ શુટીંગ કરનાર એડવોકેટ મેહુલ બોધરા વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. 

Tags :