Get The App

અમદાવાદમાંં ભીષણ અકસ્માત, બે કાર વચ્ચે ટક્કરમાં 3નાં મોત, એક કારમાંથી દારૂની પેટીઓ નીકળી

Updated: Jul 1st, 2024

GS TEAM

Google News
Google News
Road Accident In Ahmedabad


Road Accident In Ahmedabad: અમદાવાદમાં શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બોપલના વકીલ સાહેબ બ્રિજ પર બે કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. માહિતી અનુસાર અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી છે અને વધુ તપાસ હાથી ધરી છે.

Road Accident

આ પણ વાંચો:  મેઘરાજાએ અમદાવાદ ઘમરોળ્યું, 7 ઇંચ વરસસાદ, પ્રથમ વરસાદે જ તંત્રની કામગીરી 'પાણીમાં'

મળતી માહિતી અનુસાર, બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે આજે (પહેલી જુલાઈ) સવારે પાંચ વાગ્યે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત થયા હતા. ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુટર્ન મારતા તે જોરથી ટકરાઈ હતી. જેમાં થારમાં બેઠેલા બે લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ફોર્ચ્યુનર બેઠેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

અમદાવાદમાંં ભીષણ અકસ્માત, બે કાર વચ્ચે ટક્કરમાં 3નાં મોત, એક કારમાંથી દારૂની પેટીઓ નીકળી 3 - image

Tags :