Get The App

ગૂગલના ભારતમાં રોકાણની જાહેરાતને પગલે અમૂલે કરી ટ્વીટ, દેશભરમાં બની ચર્ચાનો વિષય

Updated: Jul 16th, 2020

GS TEAM

Google News
Google News
ગૂગલના ભારતમાં રોકાણની જાહેરાતને પગલે અમૂલે કરી ટ્વીટ, દેશભરમાં બની ચર્ચાનો વિષય 1 - image


અમદાવાદ, 16 જુલાઈ 2020 ગુરૂવાર

અમૂલ ટ્વીટર પર એક ફોટો શેર કરતા કહ્યું છે કે જેમાં સુંદર પિચાઈ અને અમૂલની જાણીતી છોકરી એક સાથે આનંદ માણી રહ્યા છે. આ તસવીરની કેપ્શનમાં લખ્યુ છે કે, “Pichai aur India ki Googlebandi!”

અમૂલના આ ટ્વીટ પોસ્ટને અત્યાર સુધી 4600થી વઘારે લાઈક અને 700થી વધારે વાર રીટ્વીટ કરી ચૂક્યા છે. તેના પર ઘણા બધા લોકોએ કમેન્ટ પણ કરી છે.  કોઈ તેની પોસ્ટના વખાણ કરી રહ્યા છે તો કોઈ સવાલ કરી રહ્યા છે.

ગૂગલના ભારતમાં રોકાણની જાહેરાતને પગલે અમૂલે કરી ટ્વીટ, દેશભરમાં બની ચર્ચાનો વિષય 2 - image

ઉલ્લેખનીય છે કે ગૂગલ અને અલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે તે ડિજિટલ ઈન્ડિયામાં ગૂગલ આવનારા 5-10 વર્ષમાં 75000 કરોડનું રોકાણ કરશે. ગૂગલનું આ રોકાણ ઇક્વિટી ઈન્વેસ્ટમેન્ટ, પાર્ટનરશીપ અને ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ ઉદ્યોગમાં થશે. 

ગૂગલે સીબીએસઈ સાથે ભાગીદારીની જાહેરાત કરી જે અંતર્ગત ઈ-લર્નિંગને વધારવમાં આવશે અને દેશની 22 હજાર શાળાઓના 10 લાખ શિક્ષકોને ઈ-ક્લાસની ટ્રેનિંગ આપવામાં આવશે.

Tags :