મોંઘવારીનો વધુ એક માર: અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો, આવતીકાલથી અમલ
AMUL Milk Prices Increase : ગુજરાતની પ્રજાને મોંઘવારીના માર વચ્ચે વધુ એક ફટકો પડ્યો છે. અમૂલે દૂધના ભાવમાં વધારો છે, ત્યારે પ્રતિ લિટરે 2 રૂપિયા અને 500 મિલીલિટરમાં 1 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલ દ્વારા કરવામાં આવેલો દૂધના ભાવનો વધારો ગુરુવાર (1 મે, 2025) થી લાગુ થશે.
અમૂલ દૂધના ભાવમાં વધારો
અમૂલે જાહેર કરેલી સૂચના મુજબ, આણંદ તથા ખેડા જિલ્લામાં 1 મે, 2025ની સવારથી દૂધના ભાવનો વધારો અમલમાં આવશે. જેમાં અમૂલ સ્ટાન્ડર્ડ દૂધ, અમૂલ બફેલો દૂધ, ગોલ્ડ દૂધ, અમૂલ ટી સ્પેશિયલ, તાઝા સહિતની અમૂલના દૂધની પ્રોડક્ટમાં લિટર દિઠ 2 રૂપિયા અને 500 મિ.લિ. દિઠ 1 રૂપિયાનો ભાવનો વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મોંઘવારીનો ડામ! મધર ડેરીએ દૂધના ભાવમાં લિટરે 2 રુપિયાનો વધારો ઝીંક્યો
તમને જણાવી દઈએ કે, અગાઉ મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. હવે ગ્રાહકોએ વર્તમાન કિંમત કરતાં પ્રતિ લિટર 2 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. નવા ભાવ 30મી એપ્રિલથી અમલમાં આવ્યા છે. નવી કિંમતો દિલ્હી-એનસીઆર સહિત દેશભરના તમામ રાજ્યો માટે અસરકારક રહેશે.