અમરેલીઃ સંબંધોને શર્મસાર કરતો કેસ, દીકરીના પ્રેમ પ્રકરણના કારણે સગી બહેનની હત્યા કરનાર આરોપી ઝડપાયો
Amreli Crime: ગુજરાતના અમરેલીમાંથી મંગળવારે (26 ઓગસ્ટ) ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં એક સગા ભાઈએ જ બહેનની હત્યા કરી દીધી હતી. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળનું કારણ આરોપીની દીકરીનું બહેનના દીકરા વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામેઆવ્યું હતું. જોકે, આ મામલે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમરેલીના બગસરા તાલુકાના સાપરા ગામમાં એક ભાઈએ પોતાની સગી બહેનની હત્યા કરી હતી. મૃતક મહિલા ગીતા બહેનનો દીકરો અને આરોપી નરેશની દીકરી વચ્ચે પ્રેમસંબંધ હતો. આ સંબંધને કારણે બંને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આ મનદુઃખ એટલી હદે વધી ગયું કે, આજે નરેશે ઉશ્કેરાઈને પોતાની જ સગી બહેન ગીતા બહેનની હત્યા કરી નાખી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતાં જ બગસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક ગીતા બહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગસરાની હોસ્પિટલમાં મોકલ્યો હતો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી નરેશની ધરપકડ કરી છે.
હાલ, પોલીસે આરોપીને ઝડપી તેને કોર્ટમાં રજૂ કરવા અને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેથી આરોપીને કડકમાં કડક સજા મળી શકે.