Get The App

અમરેલીના વિધર્મી પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલાં, પોક્સોની ફરિયાદ દાખલ

Updated: Oct 11th, 2024

GS TEAM

Google News
Google News
અમરેલીના વિધર્મી પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલાં, પોક્સોની ફરિયાદ દાખલ 1 - image


Molestation Case in Amreli: છેલ્લા પંદર દિવસથી સતત મહિલાઓ સાથે છેડતી અને શારીરિક શોષણની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમરેલીથી વધુ કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મી પ્રોફેસર અને વિદ્યાર્થીએ કબડ્ડી પ્લેયર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇને સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં નોંધાઇ પોક્સોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ સાવરકુંડલાની કણકીયા કોલેજના પી.ટી પ્રોફેસર એજાજ કાજી રાજકોટ ખાતે આયોજિત કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીનીઓને લઇને જઇ રહ્યા હતા. આ દરમિયાન ગાડીમાં એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવતા સાવરકુંડલા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 

આ પણ વાંચો : ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સામાન્ય પ્રવાહની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશે

આ પોલીસ ફરિયાદમાં પી.ટી પ્રોફેસર એજાજ કાજી અને  સાબિર મલેક નામના વિદ્યાર્થી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી સાબિર મલેકે આગાઉ આઠ મહિના પહેલા વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર સાબિર મલેકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલમાં સાવરકુંડલા પોલીસ દ્વારા આ ફરિયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :