Gujarat

અમરેલીમાં મેઘમહેરઃ ખેડૂતોમાં હરખની હેલી, કાળુભાર નદી બે કાંઠે વહેતા જગતના તાત રાજીના રેડ

By GS TEAM
26 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતભરમાં વરસાદી મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. ગુરૂવારે (26 જૂન) વહેલી સવારથી જ અમરેલી જિલ્લામાં વાદળો ઘેરાયા હતા. સવારથી જ અહીં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને ગરમીના ઉકળાટમાંથી રાહત મળી છે. મેઘરાજાના આગમનથી અમરેલીના લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં મેઘમહેરઃ ખેડૂતોમાં હરખની હેલી, કાળુભાર નદી બે કાંઠે વહેતા જગતના તાત રાજીના રેડ

Amreli Rain Update: ગુજરાતભરમાં વરસાદી મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સારા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. ગુરૂવારે (26 જૂન) વહેલી સવારથી જ અમરેલી જિલ્લામાં વાદળો ઘેરાયા હતા. સવારથી જ અહીં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોને ગરમીના ઉકળાટમાંથી રાહત મળી છે. મેઘરાજાના આગમનથી અમરેલીના લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. 

ખેડૂતોમાં હર્ષની લાગણી

વહેલી સવારથી વરસી રહેલા વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. આ સાથે જ અષાઢ મહિનાના પહેલાં જ દિવસથી મેઘરાજાની મહેરબાનીના કારણે ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે. બાબરા પંથકના ખેડૂતો વરસાદના કારણે હરખાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ આ મોત માટે જવાબદાર કોણ? અમદાવાદમાં રસ્તા પર પાણી ભરાઈ જતાં આધેડ ડ્રેનેજમાં તણાયા

કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ 

મળતી માહિતી મુજબ, બાબરા પંથકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે ગ્રામ્ય પંથકના ઉપરવાદ વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યું હતું. કાળુભાર નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં હરખની હેલી વહી છે. ખેડૂતો ચોમાસું પાક સારો રહેવાની આશા સાથે મેઘરાજાના વધામણા કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ સુરતમાં ખાડી પૂરનો ત્રીજો દિવસઃ પાલિકાના પાપે લોકોને હાલાકી, રોડથી લઈને ઘર સુધી બધું જ પાણીમાં ગરકાવ

27થી 29 જૂનની આગાહી

રાજ્યમાં આગામી 27થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર, પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે. 

નેશનલ હાઈવે પર પાણી ભરાયા 

અમરેલીમાં ધોધમાર વરસાદને પગલે રાજુલા શહેર અને તેની આજુબાજુના નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. વીડિયો દ્વારા મળેલા દૃશ્યો પ્રમાણે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભરાયેલા પાણીમાંથી વાહનો નીકળતા જોવા મળી રહ્યા છે. રાજુલાના હિંડોરણા બ્રિજ પરના દૃશ્યો પર આવા જ તસવીર રજૂ કરે છે. માહિતી અનુસાર સમગ્ર કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.