અમરેલીમાં કોઝવે પર ફસાઈ કાર: કાચ તોડી બોનટ પર બેઠા યુવકો, પોલીસ-ફાયર વિભાગે કર્યા રેસ્ક્યૂ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Heavy Rain in Amreli: અષાઢ મહિનાના આગમન પૂર્વે જ આકાશમાં છવાયેલા મેઘાવી માહોલને કારણે સોમવારથી સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે બાબરાના નાની કુંડળ ગામે કોઝવેમાં કાર ફસાઇ ગયેલી કાર તણાઇ ગઇ હતી. કારમાં 2 યુવકો અને 1 બાળક સવાર હતા. જોકે મોડી રાત્રે રેસ્ક્યૂ કરી ત્રણેય સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફ તો રાજુલા તાલુકાના ઉટિયાથી રાજપરડા વચ્ચે પણ વહેલી સવારે બ્રિજ પર કાર તણાઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીના બાબરા પંથકમાં અનરાધાર વરસાદના લીધે નાની કુંડળ ગામે કોઝવે પર કાર ફસાઇ ગયા બાદ તણાઇ ગઇ હતી. કારમાં બે યુવકો અને એક બાળક સવાર હતા. કોઝવે પરથી પસાર થતાં સમયે પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં બંને યુવકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. બાદમાં કારનો કાચ તોડી બોનટ પર બેસી ગયા હતા. પોલીસના જવાનો અને 108ની ટીમે દોરડા બાંધીને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું અને ત્રણેયને બચાવી લીધા હતા.
આ પણ વાંચો: BIG BREAKING: ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ-2નું રેસ્ક્યૂ
રાજુલામાં એકનું મોત
બીજી તરફ રાજુલામાં બ્રિજ પર ભૂવો પડવાના કારણે કાર તણાઇ હતી. એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા TDO સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. JCBની મદદથી કાર બહાર કાઢવામાં આવી હતી.

બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ-2નું રેસ્ક્યૂ
બોટાદમાં લાઠીદડ ગામ પાસે એક ઈકો કાર તણાઇ ગઈ હતી. કારમાં 8 લોકો સવાર હતા જેમાં બેને બચાવી લેવાયા છે જ્યારે 6 લોકો હજુ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે.









