Get The App

ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ અને બે લોકોનું રેસ્ક્યુ

Updated: Jun 17th, 2025

GS TEAM

Google News
Google News
ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ અને બે લોકોનું રેસ્ક્યુ 1 - image


Heavy Rain in Botad: સોમવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે બોટાદમાં લાઠીદડ ગામ પાસે એક ઈકો કાર તણાઇ ગઈ હતી. કારમાં 8 લોકો સવાર હતા જેમાં બેને બચાવી લેવાયા છે જ્યારે 6 લોકો હજુ ગુમ છે. મોડી રાતથી જ તેમને શોધવા માટે કામગીરી ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કારમાં સવાર લાઠીદડ ગામનો ચૌહાણ પરિવાર તણાયો હતો. કાર તણાઇ હોવાના સમાચાર મળતાં તંત્ર દ્વારા રાહત મોડી રાતથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 10 કલાક જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ 6 લોકો ગુમ છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 

ગત 24 કલાકમાં સૌરાષ્ટ્ર પંથકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ
ભારે વરસાદ વચ્ચે બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ અને બે લોકોનું રેસ્ક્યુ 2 - imageબોટાદ પંથકમાં ભારે વરસાદના લીધે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. ગત 10 કલાકમાં બોટાદમાં 9.72 ઇંચ, ગઢડામાં 13.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ગઢડા પંથકમાં સ્થાનિક નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. મેઘમહેર થતાં રસ્તાઓ પર વરસાદી પાણીની નદી વહી હતી. બોટાદ, ગઢડા ઉપરાંત બરવાળા અને રાણપુર પંથકમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવતા ખેડૂતોમાં આનંદની લહેર વ્યાપી જવા પામી છે. 

Tags :