Gujarat

અમરેલી: વડીયાના અરજનસુખ ગામે ખેડૂતના ખેતરમાં સિંહોના આંટાફેરા..વીડિયો વાયરલ

By GS Team
16 Mar 20221 min read
This article was originally published on 16 Mar 2022
અમરેલી: વડીયાના અરજનસુખ ગામે ખેડૂતના ખેતરમાં સિંહોના આંટાફેરા..વીડિયો વાયરલ

અમરેલી, તા. 16 માર્ચ 2022, બુધવાર 

વડીયાના અરજનસુખ ગામે ખેડૂતના ખેતરમાં સિંહો ફરતા નજરે આવ્યા હતા. રેવેન્યું વિસ્તારોમાં સિંહના પરિવારનો આંટાફેરા કરતો વીડિયો સામે આવ્યો છે. ખેતરમાં આંટાફેરા કરતો સિંહ પરિવાર વીડિયોમાં કેદ થયો હતો અને આ વીડિયોમાં એક સિંહણ અને તેના બે બચ્ચા હોવાનો ઉલ્લેખ છે.


ખેડૂતોની ઉનાળા પિયતની સિઝન વચ્ચે આ વીડિયો વાયરલ થતા રાત્રિ દરમિયાન ખેડૂતો ખેતર જતા સિંહ પરિવારથી ડર અનુભવી રહ્યાં છે. વન્યપ્રાણીઓના આંટાફેરાનો વીડિયો વાયરલ થતા વડીયા પથંકમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.