For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમિત શાહ 6 એપ્રિલે ગુજરાત આવશે,સાંળગપુરમાં હનુમાનજીની 54 ફૂટની મુર્તિનું અનાવરણ કરશે

અમદાવાદમાં મનપા, જિલ્લાના અધિકારી, હોદ્દેદારો સાથે બેઠક કરશે

ગુજરાતનું પ્રથમ નંબરનું આધુનિક ભોજનાલયનું પણ અનાવરણ કરશે

Updated: Apr 4th, 2023

અમિત શાહ 6 એપ્રિલે ગુજરાત આવશે,સાંળગપુરમાં હનુમાનજીની 54 ફૂટની મુર્તિનું અનાવરણ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અગામી 6 એપ્રિલના રોજ ફરીવાર ગુજરાત પ્રવાસે આવશે. મહત્વની વાત એવી છે કે આ દિવસે ભાજપનો સ્થાપના દિવસ છે અને આજ દિવસે અમિત શાહ ગુજરાતમાં સાળંગપુર અને  મદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે. અમદાવાદમાં મનપા, જિલ્લાના અધિકારી, હોદ્દેદારો સાથે બેઠક કરશે અને તેની સાથે સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની  સમીક્ષા કરશે. 

 સાળંગપુર મંદિરે હનુમાન દાદાના દર્શન કરશે

ગૃહમંત્રી અમિત શાહ અવારનવાર સાળંગપુર પરિવાર સાથે કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે જતા હોય છે. તેઓના 6 એપ્રિલના ગુજરાત પ્રવાસમાં સાળંગપુર મંદિરે પણ જશે અને ત્યાં સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે. સાળંગપુરમાં કાર્યકરો સાથે બેઠક કરે તેવી પણ સંભાવના છે. 

Article Content Image

54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજીની મૂર્તિનું અનાવરણ

હવે સાળંગપુરને 'કિંગ ઓફ સાળંગપુર'ના નામથી પણ ઓળખવામાં આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ 54 ફૂટની બોર્ઝની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ કરશે. અનાવરણની સાથો સાથ ગુજરાતનું પ્રથમ નંબરનું આધુનિક ભોજનાલય કે જ્યાં એક સાથે 10 હજારથી વધુ લોકો ભોજન લઈ શકશે. હનુમાન જયંતિના દિવસે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવશે. હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયામાં મુકવામાં આવી છે અને આ મૂર્તિ નો 30 હજાર કિલો વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે. 

Gujarat