'માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય', અમિત ચાવડાના ભાજપ સરકાર પર પ્રહાર

Gandhinagar News : ગુજરાતમાં ખેડૂતોને લઈને સરકારના વલણ સામે કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, 'ભાજપ સરકારનું ખેડૂતોને એક પણ વચન સાચું પડ્યું નથી. જ્યારે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાના નિર્ણયથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવી એ ખેડૂતો સાથે અન્યાય...'
ચોક્ક્સ વજનમાં મગફળી ખરીદવાના નિર્ણયને લઈને મુખ્યમંત્રીને રજૂઆત
અમિત ચાવડાએ જણાવ્યું કે, 'સરકારે ખેડૂતો દ્વારા ઉત્પાદિત 100 ટકા મગફળીમાંથી ચોક્ક્સ વજનમાં જ મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ મામલે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને યોગ્ય નિર્ણય લેવાની માગ કરી છે. '
આ પણ વાંચો: 'અમારો અવાજ દબાવી દેવાય છે..' જૂનાગઢમાં આદિવાસી મહિલાઓએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી
મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, 'સરકાર ખેડૂતો દ્વારા ઉત્પાદન કરાયેલી તમામ મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. જો 100 ટકા મગફળી ટેકાના ભાવે ખરીદવામાં ન આવે તો ભાવફેર પ્રમાણે ચૂકવવામાં આવે. ખેડૂતોની 300 મગફળી ટેકાના ભાવે ખરીદવા માગ કરવામાં આવી છે.'