Gujarat

દબાણો દુર કરવાની ઝૂંબેશ વચ્ચે સેટેલાઈટ રોડ ઉપર કુલ્ફીવાળાને વેજલપુરના ધારાસભ્યે પ્રમોટ કર્યા

By GS TEAM
25 Nov 20251 min read
દબાણો દુર કરવાની ઝૂંબેશ વચ્ચે સેટેલાઈટ રોડ ઉપર કુલ્ફીવાળાને વેજલપુરના ધારાસભ્યે પ્રમોટ કર્યા

  અમદાવાદ,સોમવાર,24 નવેમ્બર,2025

અમદાવાદના તમામ જાહેર રસ્તાઓ ઉપર ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ કોર્પોરેશનનુ એસ્ટેટ ખાતુ દબાણ દુર કરી રહયુ છે.વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનો એક વિડીયો સોશિયલ મિડીયા ઉપર વાઈરલ થયો છે.જેમા ધારાસભ્ય સેટેલાઈટ રોડ ઉપર કુલ્ફી વેચનારાને   પ્રમોટ કરતા હોય તેમ કહે છે કે, સરની કામગીરી સમયે ધારાસભ્ય કાર્યાલયમાં બધાએ તેમની કુલ્ફી ખાધી તમે પણ ખાજો એવી અપીલ કરે છે.

કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ તરફથી ગુજરાત હાઈકોર્ટમાં શહેરના વિવિધ રસ્તાઓ ઉપર કરવામા આવતા દબાણો દુર કરવાને લઈ ચાલી રહેલી જાહેર હીતની અરજીની સુનવણીને ધ્યાનમા લઈ લારી,ગલ્લા, ઓટલા સહીતના દબાણો દુર કરાય છે. સો ફુટના સેટેલાઈટ રોડ ઉપર તો ભાજપના જ ધારાસભ્ય નો -પાર્કિંગ ઝોનમાં ઉભા રાખવામા આવેલા કુલ્ફીવાળા પાસે જાય છે અને તેમના દ્વારા આપવામા આવતી કુલ્ફી ખુબ સરસ હોવાનુ સર્ટિફિકેટ આપતા નજરે પડે છે.સોશિયલ મિડીયા ઉપર વાઈરલ થયેલા આ વિડીયો પછી ભાજપના નેતાઓએ મૌન ધારણ કરી લીધુ છે.