Get The App

AMCનું નવું તિકડમ, અમદાવાદમાં પાળતુ કૂતરામાં હવે RFID ચિપ લગાવાશે, જાણો તેનાથી શું થશે?

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
RFID Pet Tag


RFID Pet Tag: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે પાલતુ કૂતરામાં હવે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન (RFID) ચિપ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. RFID ચિપમાં પાલતુ કૂતરાના વેક્સિનેશન સહિતની માહિતી હશે.

RFID ચિપથી કૂતરાનું લોકેશન અને વેક્સિનેશન ટ્રેક થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાલતુ કૂતરા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવડાવ્યું હતું. જેમાં અમદાવાદમાં 50 હજારથી વધુ પાલતુ કૂતરાની સામે 18 જેટલા જ રજિસ્ટ્રેશન અત્યાર સુધી થયેલા છે. હવે આ રજિસ્ટ્રેશન થયેલા છે તેવા પાલતુ કૂતરામાં RFID ચિપ લગાવવાનું શરૂ કરવામાં આવશે. જેમાં આ કૂતરાના વેક્સિનેશન, લોકેશન સહિતની માહિતી હશે. અલબત્ત, આ ચિપ લગાવવાની પ્રક્રિયાનું ખાનગીકરણ કરવું કે કેમ અને તેનો ચાર્જ કઈ રીતે વસૂલવો તેના અંગે હાલમાં વિચારણા ચાલી રહી છે.

AMCનું નવું તિકડમ, અમદાવાદમાં પાળતુ કૂતરામાં હવે RFID ચિપ લગાવાશે, જાણો તેનાથી શું થશે? 2 - image

આ પણ વાંચો: સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું AMC હવે 6 નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ ભણાવશે

2030 સુધીમાં અમદાવાદને રેબીઝમુક્ત કરવાનો લક્ષ્યાંક

અગાઉ 500 જેટલા સ્ટ્રીટ ડોગમાં RFID ચિપ લગાવામાં આવી હતી. આગામી દિવસોમાં વધુ સંખ્યામાં સ્ટ્રીટ ડોગ્સમાં RFID ચિપ લગાવવાની પ્રક્રિયા વેગવંતી બનાવાઈ શકે છે. દરમિયાન અમદાવાદમાં આગામી બીજી ઓક્ટોબર સુધી વર્લ્ડ રેબીઝ ડે ઉજવાશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં અમદાવાદ શહેરમાંથી રેબીઝ રોગ નાબૂદ કરવો અને સમગ્ર સમુદાયમાં જાગૃતતા ફેલાવવાનો છે. ઉલ્લેખનીય છે કે, 9 મહિનામાં રેબિઝવાળા 3 શ્વાનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પકડવામાં આવ્યા છે.

AMCનું નવું તિકડમ, અમદાવાદમાં પાળતુ કૂતરામાં હવે RFID ચિપ લગાવાશે, જાણો તેનાથી શું થશે? 3 - image

Tags :