Get The App

અમદાવાદમાં પીજી સંચાલકો માટે જાહેર કરાયા કડક નિયમો, સોસાયટીનું NOC ફરજિયાત

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં પીજી સંચાલકો માટે જાહેર કરાયા કડક નિયમો, સોસાયટીનું NOC ફરજિયાત 1 - image


SOP For PG : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG)  સંચાલનને લઈને મહત્વપૂર્ણ અને એસ.ઓ.પી જાહેર કરવામાં આવી છે. જેમાં સોસાયટી પાસેથી એનઓસી લેવાની ફરજિયાત રહેશે. એટલું જ નહી એએમસી દ્વારા ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગ પાસેથી ફરજિયાત મંજૂરી લેવાની રહેશે. PG સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના 30 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે. આ નવા નિયમોથી સોસાયટીઓમાં PGના કારણે થતી હેરાનગતિમાંથી રહીશોને મોટી રાહત મળશે.

સોસાયટીની NOC ફરજિયાત

હવેથી કોઈપણ PG આવાસ સોસાયટીના 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) વિના ચલાવી શકાશે નહીં. આ જોગવાઈ PGના કારણે થતી સમસ્યાઓ સામે સોસાયટીઓને સત્તાવાર અધિકાર આપશે.

ફાયર સેફ્ટી-પોલીસ અબે એસ્ટેટ વિભાગની મંજૂરી ફરજિયાત 

PG ચલાવવા માટે AMC દ્વારા ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગની મંજૂરીઓ ફરજિયાત કરવામાં આવી છે. આનાથી PGમાં રહેતા વિદ્યાર્થીઓ કે નોકરિયાતોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થશે.

પાર્કિંગની માથાકૂટ દૂર થશે

હોસ્ટેલની વ્યાખ્યામાં સમાવેશ થતાં હવે PG સંચાલકોએ 20 ટકા પાર્કિંગની જોગવાઈનું પાલન કરવું પડશે. આનાથી પાર્કિંગની સમસ્યા હળવી થશે.

આ પણ વાંચો: બનાસકાંઠાના ઢુવા ગામમાં દારૂ વેચતા કે પીતા ઝડપાશે તો મુંડન કરીને રૂ.11 હજારનો દંડ ફટકારાશે

હોમ સ્ટે માટે ટુરીઝમ વિભાગની મંજૂરી

જો કોઈ જગ્યાનો હોમ સ્ટે તરીકે ઉપયોગ કરવો હોય, તો તેના માટે ટુરીઝમ વિભાગ પાસેથી પણ મંજૂરીઓ લેવી ફરજિયાત રહેશે.

નિયમો અને જોગવાઇઓ સ્પષ્ટ થશે

PGને હવે હોસ્ટેલ, લોજિંગ અને બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા છે. આનાથી તેમના પર લાગુ પડતા નિયમો અને કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ થશે.

30 દિવસમાં અરજી 

PG સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના 30 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે.

GDCRના નિયમોનું પાલન

PG સંચાલકોએ હોસ્ટેલને લગતા જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR)ના નિયમોનું પણ કડક પાલન કરવું પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર પીજી કે હોસ્ટેલોને AMC દ્વારા સીલ કરવામાં આવશે અથવા બંધ કરાવવામાં આવશે

આ નવી નીતિ PGના સંચાલનમાં પારદર્શિતા લાવશે અને સોસાયટીના રહીશોને લાંબા સમયથી સતાવી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ આપશે. AMCનો આ નિર્ણય શહેરની અનેક સોસાયટીઓ માટે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. 

Tags :