Gujarat

અમદાવાદ કોર્પોરેશન 62100 ફેરિયાઓને આપશે આઈડી કાર્ડ

By GS Team
23 Feb 20221 min read
This article was originally published on 23 Feb 2022
અમદાવાદ કોર્પોરેશન 62100 ફેરિયાઓને આપશે આઈડી કાર્ડ

નવી દિલ્હી,તા.23.ફેબ્રુઆરી.2022

અમદાવાદ કોર્પોરેશન દ્વારા 62100 ફેરિયાઓને આઈડી કાર્ડ આપવામાં આવશે.આ ફેરિયાઓ સ્ટ્રીટ વેન્ડર્સ એકટ હેઠળ જાહેર સ્થળોએ તેમજ સોસાયટીઓ તથા શેરીઓમાં વેચાણ કરી શકશે.

ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં અમદાવાદ કોર્પોરેશને કહ્યુ છે કે, આ પૈકીના 44336 વેન્ડર્સને આઈ ડી કાર્ડ આપી દેવાયા છે અને બાકીનાને આઈડી કાર્ડ આપવાની કામગીરી ચાલુ છે.

સ્ટ્રીટ વેન્ડર્સ એકટના ધારાધોરણ પ્રમાણે જે ફેરિયાઓને આઈકાર્ડ આપવાનુ નક્કી કરાયુ છે તે પૈકીના 17294 ફેરિયા જૂના અમદાવાદ તરીકે ઓળખાતા મધ્ય ઝોનના છે.

અમદાવાદના વેસ્ટ ઝોનમાં 12226, ફેરિયાઓ તેમજ નોર્થ ઝોનમાં 10899 ફેરિયાઓ આઈ કાર્ડ મેળવવા માટે યોગ્ય હોવાનુ કોર્પોરેશનનુ કહેવુ છે.જ્યારે ઈસ્ટ ઝોન, ન્યૂઝ વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં આવા અનુક્રમે, 7512, 7213 , 3553 અને 2773 ફેરિયાઓ છે.

અમદાવાદ કોર્પોરેશને રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા માટેની કામગીરી અંગે પણ કોર્ટેને જણાવ્યુ છે કે, ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022 સુધીમાં 3398 રખડતા ઢોરને પકડવામાં આવ્યા હતા અને તેમના માલિકો પાસેથી 23 લાખ રુપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.