Get The App

અમદાવાદમાં કેડિલા ઓવરબ્રિજના છેડે AMCના ડમ્પર ચાલકે 6 વાહનોને અડફેટે લીધા, 3 લોકો ઈજાગ્રસ્ત

ડમ્પર ચાલક ભાગવા જાય તે પહેલાં જ લોકોએ તેને પકડીને પોલીસને સોંપ્યો

અક્સ્માતને પગલે જામ થયેલા ટ્રાફિકને પોલીસે હળવો કર્યો

Updated: Oct 31st, 2023

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં કેડિલા ઓવરબ્રિજના છેડે AMCના ડમ્પર ચાલકે 6 વાહનોને અડફેટે લીધા, 3 લોકો ઈજાગ્રસ્ત 1 - image



અમદાવાદઃ (Ahmedabad)શહેરમાં ડમ્પર ચાલકો વધુ બેફામ પણે વાહન હંકારી રહ્યાં છે. (AMC)અનેક વખત શહેરમાં ડમ્પરની અડફેટે લોકોના મોત થયાં હોવાની ઘટનાઓ સામે આવી છે. (accident)ત્યારે ફરીવાર શહેરમાં AMCના ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો છે. (police)આ ડમ્પર ચાલકે 6 વાહનોને ઢસડ્યાં હતાં. જેમાં કાર, રિક્ષા અને મોટર સાયકલને અડફેટે લીધી હતાં. (AMC Dumper)ત્યાર બાદ લોકોએ ડ્રાઈવરને પકડીને પોલીસને સોંપ્યો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. 

જશોદાનગર ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં જશોદાનગર ચાર રસ્તા પાસે AMCના કચરો લઈ જતા ડમ્પરે કેડિલા ઓવબ્રિજના છેડે ઉતરતા કાર અને રિક્ષા સાથે ત્રણ બાઈકોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી. તેમાં એક મહિલાનો હાથ કચડાયો હતો. ડમ્પચાલક પર પથ્થરમારો થતાં ટોળા માંથી નાસવા જાય તે પહેલા લોકોએ ઝડપી પાડીને પોલીસને સોંપ્યો હતો. ઈજાગ્રસ્તોને 108માં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ઈજાગ્રસ્તોમાં એકની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત થતાં જશોદાનગર ચાર રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક પોલીસ જવાનોઓએ આવી ટ્રાફિક જામને હળવો કરવા પ્રયાસ હાથ ધર્યો હતો. 

Tags :