Get The App

બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી જાહેર

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી જાહેર 1 - image

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓ સંબંધિત તૈયારીઓ શરૂ કરી દેવાઈ 

આણંદ: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ચૂંટણી પંચે ગુરૂવારે મોડી સાંજે આણંદ જિલ્લાની બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ સહિત છ તાલુકાની બેઠકોની સંખ્યા અને તેમાં રોસ્ટર પ્રમાણની ફાળવણી જાહેર કરી દેવાઈ છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે.

આણંદ જિલ્લાની બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, પેટલાદ તાલુકા પંચાયતની આગામી ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ તાલુકા પંચાયતની ગામ પ્રમાણેની બેઠકોની અનામત કેટેગરી અને બક્ષીપંચ કેટેગરી સહિત અન્ય કેટેગરીની ફાળવણી જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે આણંદ તાલુકામાં કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું નિર્માણ થતા જીટોડીયા, મોગરી, ગામડી, લોભવેલ, કરમસદ, બાકરોલ ગામો મહાનગરપાલિકામાં સમાવેશ થયો હોવાથી આણંદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી થોડા દિવસ પછી જાહેર થશે. જ્યારે તારાપુર તાલુકાની નગરપાલિકાની રચના થઈ હોવાથી આ તાલુકાની બેઠકોની ફાળવણી પણ થોડા દિવસો પછી જાહેર થાય તેવી શક્યાતાઓ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગુરૂવારે મોડી સાંજે એકાએક બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવતા હવે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી કોઈપણ સમયે જાહેર થાય તેવી તેવી સંભાવના જોવા મળી રહી છે.

બોરસદ તાલુકા પંચાયત - ૩૪ બેઠક

અનુસૂચિત જાતિ - ૧

અનસૂચિત જનજાતિ - ૧

સા. શૈ. પ. વર્ગ - ૯

સામાન્ય બિન અનામત - ૨૩

-------------

સોજીત્રા તાલુકા પંચાયત - ૧૬ બેઠક

અનુસૂચિત જાતિ - ૧

અનસૂચિત જનજાતિ - ૧

સા. શૈ. પ. વર્ગ - ૪

સામાન્ય બિન અનામત - ૧૦

-------------

ખંભાત તાલુકા પંચાયત - ૨૬ બેઠક

અનુસૂચિત જાતિ - ૨

અનસૂચિત જનજાતિ - ૧

સા. શૈ. પ. વર્ગ - ૭

સામાન્ય બિન અનામત - ૧૬

પેટલાદ તાલુકા પંચાયત - ૨૮ બેઠક

અનુસૂચિત જાતિ - ૨

અનસૂચિત જનજાતિ - ૧

સા. શૈ. પ. વર્ગ - ૮

સામાન્ય બિન અનામત - ૧૭

-------------

ઉમરેઠ તાલુકા પંચાયત - ૨૨ બેઠક

અનુસૂચિત જાતિ - ૧

અનસૂચિત જનજાતિ - ૧

સા. શૈ. પ. વર્ગ - ૬

સામાન્ય બિન અનામત - ૧૪

-------------

આંકલાવ તાલુકા પંચાયત - ૨૦ બેઠક

અનુસૂચિત જાતિ - ૧

અનસૂચિત જનજાતિ - ૧

સા. શૈ. પ. વર્ગ - ૫

સામાન્ય બિન અનામત - ૧૩