બાપુનગરમાં શુક્રવારથી ગુમ થયેલાં પાંચેય બાળકો પાવાગઢથી મળી આવ્યા, સ્કૂલે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા

પોલીસે અઠવાડિયાથી તેઓ ક્યા હતા અને પાવાગઢમાં શું કરતા હતા તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી

Updated: Aug 31st, 2023


Google NewsGoogle News
બાપુનગરમાં શુક્રવારથી ગુમ થયેલાં પાંચેય બાળકો પાવાગઢથી મળી આવ્યા, સ્કૂલે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા 1 - image



અમદાવાદઃ બાપુનગરમાં પાંચ મિત્રો સવારે સ્કુલે જવાનું કહીને ઘરેથી નીકળી ગયા બાદ હજી સુધી ઘરે પાછા નહી આવતા પરિવારજનોએ બાપુનગર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને પાંચેય બાળકોની શોધખોળ હાથ ધરી હતી. ગત શુકવારે સવારે સાત વાગ્યે પાંચેય મિત્રો ઘરેથી સ્કુલે જઈએ છે તેમ કહીને સ્કુલ બેગમા કપડાં લઈને નીકળ્યા હતા, જે બાદ મોડી સાંજ તથા બે દિવસ સુધી ઘરે પાછા નહી આવતા પરિવારજનો ચિંતિત થઇ ઉઠ્યા હતા. શનિવાર અને રવિવાર સુધીમાં પણ બાળકોની ભાળ નહી મળતાં પોલીસે અપહરણ ગુનો નોંધીને અલગ અલગ ટીમો બનાવીને પાંચેય બાળકોની શોધખોળ હાથ ધરી હતી. પાંચ સગીર બાળકો આજે બપોર બાદ પાવાગઢથી મળી આવ્યા છે. પાવાગઢ પોલીસે પાંચે સગીરોને બેસાડી પૂછપરછ કરતા આ બાળકો અમદાવાદના હોવાનું અને એક અઠવાડિયા પહેલા ઘરેથી નીકળી ગયા હોવાની હકીકતો સામે આવી હતી. 

ઘરેથી એક એક જોડ કપડા લઈને નીકળ્યા હતા

પોલીસને અજાણ્યા પાંચ બાળકો અંગેની લીડ મળતા આ તમામે તમામ બાળકોને પોલીસે પકડીને પૂછપરછ કરતા આ તમામ બાળકો બાપુનગરના હોવાનું અને અઠવાડિયા પહેલા રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા જ પાંચ બાળકો હોવાનું જાણવા મળ્યું હતું. પાવાગઢ પોલીસે તમામ બાળકોને નાસ્તો ભોજન કરાવી તેઓ કેટલા દિવસથી પાવાગઢમાં હતા. અમદાવાદથી કેવી રીતે આવ્યા ક્યાં ગયા, અહીં ક્યાં ક્યાં ફર્યા તે અંગેની પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.બાપુનગર વિસ્તારના હરદાસની ચાલીમાં રહેતા પાંચ સગીર બાળકો એક અઠવાડિયા પહેલા ઘરેથી એક એક જોડ કપડા લઈને નીકળ્યા હતા. આ તમામ બાળકો રહસ્યમય સંજોગોમાં ગુમ થતા બાપુનગર પોલીસ સ્ટેશનમાંથી તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. 



Google NewsGoogle News