અમદાવાદમાં 5524 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા કેમ્પ, ડ્રાફ્ટ યાદીમાં નામ ઉમેરો-સુધારો કરાવી શકાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Voter List Update Camp: અમદાવાદ જિલ્લાના 5524 મતદાન મથકોમાં મતદાર યાદી સુધારણા ઝૂંબેશનો કેમ્પ આગામી 27-28 ડિસેમ્બર, 3-4 જાન્યુઆરી દરમિયાન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યોજાશે.
અમદાવાદ: 5524 મતદાન મથકો પર ખાસ કેમ્પ
અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(સર)નો બીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 1-1-2026ની લાયકાતની તારીખે ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની બીજા તબક્કાની કામગીરી હાલ પ્રક્રિયામાં છે. જેમાં મતદારો પોતાના વાંધા તેમજ હક-દાવાઓ રજૂ કરી શકે છે.
આ પણ વાંચો: બોરસદના બોદાલની સીમમાં ટેન્કર સાથે કાર અથડાતા એક વ્યકિતનું મોત
21 વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પ
જે અંતર્ગત, અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ 21 વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે મતદારનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી અથવા તો વિગતમાં કોઈ સુધારો જરૂરી છે, તો આ ખાસ કેમ્પ દરેક મતદાર માટે મહત્ત્વની તક છે. આ ચારેય દિવસ દરમિયાન દરેક મતદાન મથક પર બૂથ લેવલ ઓફિસર હાજર રહેશે, જેઓ મતદારોને રજૂ કરવાના જરૂરી પુરાવા અને દસ્તાવેજો અંગે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત, નવા નામ નોંધાવવા માટે ફોર્મ-6, નામ કમી કરવા માટે ફોર્મ-7 અને સુધારા-વધારા કે સ્થળાંતર માટે ફોર્મ-8 સ્થળ પર જ ઉપલબ્ધ રહેશે.








