For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સમન્સ ઈશ્યુ કર્યું, ચાર્જશીટ ફાઈલ કરાઈ

આઠમી ફેબ્રુઆરીએ હાર્દિક પટેલને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવાયુ

Updated: Jan 25th, 2023

Article Content Image

અમદાવાદ, 25 જાન્યુઆરી 2023 બુધવાર

વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે સમન્સ પાઠવ્યું છે. ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. કોર્ટમાં 100થી વધુ પાનાની ચાર્જશીટ અને 10થી વધુ સાક્ષીઓનો સમાવેશ કરાયો છે. 

પોલીસ સાથે ગેર વર્તણુંકની ફરિયાદ નોંધાઈ હતી
આગામી આઠમી ફેબ્રુઆરીએ હાર્દિક પટેલને અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવાયું છે.વર્ષ 2018માં 25 ઓગસ્ટએ પોલીસ સાથે ગેર વર્તણુંકની ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત ગીતા પટેલ ,કિરણ પટેલ સહિતનાઓ સામે ગુનો નોંધાયો હતો. પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલના કેસમાં હાર્દિક પટેલ સામે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરાઈ છે. હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ નિકોલમાં અમરણાંત ઉપવાસ પર બેસીને વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. 

વિરમગામમાં હાર્દિક પટેલની જીત થઈ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામ બેઠક પર સૌની નજર હતી. આ બેઠક પર ભાજપે હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યા હતાં. હાર્દિક પટેલે વિરમગામ બેઠક પર  51555 મતથી જીત હાંસલ કરી છે.વિરમગામ ગામ બેઠક પર 3 બેઠક પર કોંગ્રેસનો દબદબો રહેલો છે. વર્ષ 2017માં 6,548 મતોથી કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી. ગત ચૂંટણીમાં અહીં 68.16% ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2012ની ચૂંટણીમાં 16,983 મતોથી કોંગ્રેસે બાજી મારી હતી.

Gujarat