Get The App

એરપોર્ટ તો શરૂ પણ અમદાવાદથી શ્રીનગર, અમૃતસરની મોટાભાગની ફ્લાઇટ ખાલીખમ

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
એરપોર્ટ તો શરૂ પણ અમદાવાદથી શ્રીનગર, અમૃતસરની મોટાભાગની ફ્લાઇટ ખાલીખમ 1 - image
File Photo

Ahmedabad News: સીઝફાયર જાહેર કરવાની સાથે જ શ્રીનગર સહિત દેશના 32 એરપોર્ટમાં પેસેન્જર ફ્લાઇટની અવર-જવર શરૂ થઈ ગઈ છે. જોકે, આતંકી હુમલાને પગલે શ્રીનગર જવા માટે હજુ પણ મુસાફરોમાં ખચકાટ છે. 

આ પણ વાંચોઃ આ નિયમનો ભંગ કર્યો તો ટ્રસ્ટો અને ધાર્મિક સંસ્થાને નહીં મળે વેરા માફી, ITR-7નું નવું ફૉર્મ જાહેર

શ્રીનગરના એરફેરમાં થયો ઘટાડો

અમદાવાદ-શ્રીનગરની વન-વે ફ્લાઇટનો ગુરૂવારથી રાબેતા મુજબ પ્રારંભ થશે. 182 જેટલા મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ફ્લાઇટમાં સોમવારે મોડી સાંજ સુધી 12 જેટલી ટિકિટ બુક થઈ છે. આ ઉપરાંત સામાન્ય રીતે ઉનાળાના વેકેશનમાં અમદાવાદ-શ્રીનગરનું વન-વે એરફેર 14 હજારને પાર જતું હોય છે. પરંતુ, પ્રવર્તમાન સ્થિતિને પગલે એરફેર રૂપિયા 7 હજાર છે. 

આ પણ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા 466 ન્યાયાધીશોની બદલીઃ ડિસ્ટ્રિક્ટ કેડરના 63 જજનો પણ કરાયો સમાવેશ

શ્રીનગર, અમૃતસરના બુકિંગ થયા કેન્સલ

આવી જ સ્થિતિ અમદાવાદથી અમૃતસરની ફ્લાઇટમાં છે. જેનું એરફેર હાલમાં રૂપિયા 6500ની આસપાસ છે. સામાન્ય રીતે ઉનાળામાં અમૃતસરની ફ્લાઇટનું ભાડું 9 હજારને પાર જતું હોય છે. જાણકારોના મતે, આ વખતે ઉનાળામાં શ્રીનગર તરફ પ્રવાસીઓ જાય તેની સંભાવના નહિવત્ છે. સ્થિતિ સામાન્ય રહી તો અમૃતસર માટે પ્રવાસીઓ વધી શકે છે. મોટાભાગના લોકો શ્રીનગર, અમૃતસરના બુકિંગ કેન્સલ કરાવીને કેરળ, કર્ણાટક પર વઘુ પસંદગી ઉતારી રહ્યા છે. 


Tags :