ગુજરાતીઓને દિવાળીની ભેટ? રાજ્યની સૌથી પહેલી અમૃત ભારત નોન એસી ટ્રેન અમદાવાદથી થશે શરૂ
Image: wikipedia |
Ahmedabad News: ભારતીય રેલવેએ નોન એસી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન શરૂ કર્યું છે. અત્યારે એક અમૃત ભારત એક્સપ્રેસ અમદાવાદ આવી પણ ગઈ છે. મળતી માહિતી મુજબ, હાલ આ ટ્રેનની ટ્રાયલ ચાલી રહી છે. જેમાં ઝડપી, લોડ ટેસ્ટ સાથે ટ્રેનમાં પહેલીવાર લગાવવામાં આવેલી ઈપી બ્રેક સિસ્ટમની ટ્રાયલ કરવામાં આવશે.
અમદાવાદથી વારાણસીની ટ્રેન
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિવાળી સુધીમાં અમદાવાદથી વારાણસી વચ્ચે અમૃત ભારત ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવી શકે છે. જોકે, આ ટ્રેન ક્યાં દોડાવવામાં આવશે તેનો અંતિમ નિર્ણય રેલવે બોર્ડ દ્વારા આગામી દિવસોમાં લેવામાં આવશે.
આ પણ વાંચોઃ 24 કલાકમાં ગુજરાતનાં 195 તાલુકામાં મેઘમહેર, સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઇંચ વરસાદ
કેમ ખાસ છે આ ટ્રેન?
- સામાન્ય રીતે અમદાવાદથી વારાણસી 28થી 30 કલાકમાં પહોંચી શકાય છે. પરંતુ આ ટ્રેન સરેરાશ 120થી 130 કિ.મીની ઝડપે દોડી 22થી 24 કલાકમાં વારાણસી પહોંચાડશે.
- અમૃત ભારત એક્સપ્રેસ 20 એલએચબી કોચ અને 20 એલએચબી કોચ તેમજ ટ્રેનની બંને બાજુએ એન્જિનવાળી ટ્રેન છે. તેથી આ ટ્રેનને એન્જિન બદલ્યા વિના જ બંને દિશામાં મહત્તમ 160થી 180 કિ.મી ઝડપે દોડાવી શકાશે.
- આટ્રેનમાં ઈપી બ્રેક લગાવવામાં આવી છે. એર બ્રેકમાં ટ્રેન રોકવામાં જેટલો સમય લાગે છે તેટલો આ ઈપી બ્રેકમાં નથી લાગતો. બધા કોચમાં એકસાથે જ બ્રેક લાગતા ઓછા અંતરમાં જ ટ્રેન ઊભી રહી જશે અને આંચકો પણ નહીં લાગે.